ગુજરાતમાં વરસાદની પધરામણી, અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો

આજથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી.

New Update
 

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ છે ભારે ઉકરડાટ અને બફાર વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

આજથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે  છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. જેમાં કેટલાક ઠેકાણે ધીમીધારે તો કેટલાક ઠેકાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  આ સાથે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ અસહ્ય બફારા વચ્ચે ગતમોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.ઓલપાડ તાલુકાના કીમ, કુડસડ, કઠોદરા, મૂળદ સહિતના ગામોમાં સારો વરસાદ વરસતા ખેડૂતો ગેલમાં આવી ગયા હતા.આ તરફ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો ડાંગ જિલ્લાના ગીરી મથક સાપુતારા ખાતે વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણ ખુશનુમાં થઈ ઉઠ્યુ હતુ.હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ (7થી 12 જૂન) દિવસ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે. 

Latest Stories