રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદનો વધુ એક રાઉન્ડ !

Featured | સમાચાર , ગુજરાત રાજયના હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી કરી છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતના દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી

INDIA
New Update

ગુજરાત રાજયના હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી કરી છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતના દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 2 સપ્ટેમ્બરથી 4 દિવસ સુધી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આ દિવસો દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જયારે 31 ઓગસ્ટ માટે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, આજે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર અને દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. જયારે 1 સપ્ટેમ્બરે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની હાલ કોઈ સંભાવના નથી.હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પપ્રેશર સિસ્ટમને કારણે વરસાદ થઈ શકે છે. આ સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત પરથી પસાર થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે

#Rain #September #Round
Here are a few more articles:
Read the Next Article