/connect-gujarat/media/media_files/NlqwChXEjSS1ao8xzuQZ.png)
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમની બેવડી અસરને કારણે હજુ પણ વરસાદી માહોલ યથાવત છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો માટે ભારે છે. રાહતની વાત એ છે કે આવતીકાલથી રાજ્યમાં વરસાદના જોરમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
5 જિલ્લામાં 'યલો એલર્ટ'
હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છના છ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાત: બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં હળવો વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વડોદરા, સુરત અને ભરૂચમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.
માછીમારોને સૂચના
હવામાન વિભાગે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપી છે.
વરસાદ છતાં 'નવરાત્રિની રમઝટ'
નવરાત્રિના અંતિમ દિવસોમાં વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ ખેલૈયાઓની મજામાં ભંગ પડ્યો હતો, પરંતુ કેટલાક સ્થળોએ વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓનો ઉત્સાહ ઓછો નહોતો થયો.