/connect-gujarat/media/post_banners/f7f93a1945a1e36c7ec1760e01e1ece990ce746b4c519a9e04493f99fc2adbf8.jpg)
ગોંડલના દેરડી-કુંભાજી માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
અજાણ્યા વાહન ચાલકે છકડો રીક્ષાને ટક્કર મારતા અકસ્માત
રીક્ષા 20 ફૂટ પરથી પુલ નીચે ખાબકતાં ચાલકનું મોત થયું
મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે દેરડી-કુંભાજી માર્ગ પર અજાણ્યા વાહન ચાલકે છકડો રીક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. શાકભાજી ભરેલ છકડો રીક્ષા નં. GJ-01-TT-9755ને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા 20 ફૂટ ઉપરથી પુલ નીચે ખાબકી હતી. અકસ્માતની આ ઘટનામાં 50 વર્ષીય રીક્ષા ચાલક કિરણ વિકાણીનું મોત,
જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પહોચી હોવાનું જાણવા મળ્યું છે. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, ત્યારે ઘટના સ્થળે પહોચેલ તાલુકા પોલીસે મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.