Connect Gujarat
ગુજરાત

રાજ્યસભા ચૂંટણી: પૂર્વ MLA બાબુ દેસાઈ અને વાંકાનેર રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલાનું નામ જાહેર

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે વિદેશ મંત્રી એસ.જયશંકર બાદ ભાજપે વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે...

રાજ્યસભા ચૂંટણી: પૂર્વ MLA બાબુ દેસાઈ અને વાંકાનેર રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલાનું નામ જાહેર
X

ગુજરાતમાં ત્રણ બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેમાં વિદેશ મંત્રી એસ.જયશંકર બાદ ભાજપે વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં રબારી સમાજના ભામાશા તરીકે ઓળખાતા, બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈ અને વાંકાનેરના રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલાના નામ પર ભાજપે મહોર મારી છે.

બાબુ દેસાઇ 2007માં બનાસકાંઠાની કાંકરેજ બેઠકથી ધારાસભ્ય બન્યા હતા. 2012થી ગુજરાત પ્રદેશ ભાજપના ગૌ સંવર્ધન સેલના કન્વીનર રહ્યા હતા. દ્વારકા સહિત રાજ્યભરની અનેક ધાર્મિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. અનેક સમૂહલગ્ન અને ધાર્મિક કાર્યક્રમના દાતા છે

કેસરીદેવસિંહ વાંકાનેર સ્ટેટના રાજવી અને ભાજપના સનિષ્ઠ નેતા અને કાર્યકર્તા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ કેસરીદેવસિંહની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી અને સ્થાનિક કક્ષાએ તેમના નેતૃત્વમાં જ દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક કોંગ્રેસના પીરજાદા પાસેથી આંચકી ભાજપના ઉમેદવારને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Next Story