ગુજરાતમાં આ સ્થળે આવેલું છે રાવણ’નું મંદિર, પૃથ્વીનો છેડો જોવા નીકળેલા રાવણ-મંદોદરીએ અહી કર્યું હતું રાત્રિ રોકાણ..!

પ્રથમ લોકવાયકા મુજબ, હજારો વર્ષો પહેલાં રાવણ અને મંદોદરી પૃથ્વીનો છેડો જોવા નીકળ્યા હતા, ત્યારે તેમણે આ ગડોઈ ગામના વૃક્ષ નીચે રાત્રિ રોકાણ કર્યું હતું

New Update
  • દાહોદના ગડોઈ ગામમાં આવેલું છે રાવણનું મંદિર

  • પૌરાણિક વૃક્ષ નીચે રાવણ-મંદોદરીની ખંડિત મૂર્તિ

  • રાવણ અને મંદોદરીએ અહી કર્યું હતું રાત્રિ રોકાણ

  • વર્ષોથી ચાલી આવતી માન્યતાઓ અહીંની ઓળખ

  • અનેક શ્રદ્ધાળુઓમાં મંદિર બન્યું અનોખી શ્રદ્ધાનું કેન્દ્ર 

એક તરફ દશેરા પર્વ એ રાવણ દહનની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફદેશના કેટલાક સ્થળોએ રાવણની પૂજા થતી હોવાની અનોખી વાતો પણ સાંભળવા મળતી હોય છેત્યારે આવું જ એક અનોખું સ્થળ દાહોદ જિલ્લાના ગડોઈ ગામમાં આવેલું છેજેણે આજે સૌનું ધ્યાન ખેંચ્યું છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

દાહોદ જિલ્લાના ગડોઈ ગામમાં એક પૌરાણિક વૃક્ષ નીચે રાવણ અને મંદોદરીની ખંડિત મૂર્તિઓ જોવા મળે છે. આ સ્થાનક આજે આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. માત્ર દશેરાના દિવસે જ નહીંપરંતુ અન્ય દિવસોમાં પણ લોકો અહીં આવી અગરબત્તી અને દીવો કરી શ્રદ્ધા વ્યક્ત કરે છે. આ સ્થળની આસપાસ કોતરણી કામ કરેલા પથ્થરો અને શિવલિંગનો ખંડિત ભાગ પણ જોવા મળે છેજે આ જગ્યાની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે.

પ્રથમ લોકવાયકા મુજબહજારો વર્ષો પહેલાં રાવણ અને મંદોદરી પૃથ્વીનો છેડો જોવા નીકળ્યા હતાત્યારે તેમણે આ ગડોઈ ગામના વૃક્ષ નીચે રાત્રિ રોકાણ કર્યું હતુંઅને ત્યારથી જ અહીં આ મંદિરની સ્થાપના થઈ હોવાનું માનવામાં આવે છે. બીજી એક પ્રચલિત માન્યતા તો એમ કહે છે કેઆ જ સ્થળ પર પૃથ્વીનું મધ્યબિંદુ આવેલું છે.

આ જ કારણોસર રાવણે અહીં રોકાણ કર્યું હતું. આજે પણ ગામલોકોમાં એ દ્રઢ શ્રદ્ધા છે કેગડોઈ ગામ દુનિયાની મધ્યમાં આવેલું છે. આ ઉપરાંતએક અન્ય દાવો તો ખૂબ જ અચરજ પમાડે છે. ગામના લોકો માને છે કેઆ જગ્યાની જમીનની અંદર આખેઆખું એક મોટું મંદિર ધરતીમાં ઉતરી ગયું છે. સ્થાનિકો દાવો કરી રહ્યા છે કેજો પુરાતત્વ વિભાગ દ્વારા અહીં ખોદકામ કરવામાં આવેતો જમીનમાંથી પ્રાચીન મંદિર બહાર આવી શકે તેમ છે.

આજના યુગમાં આ સ્થળની સાચી ઐતિહાસિક માહિતી કોઈ પાસે નથી. પરંતુ વર્ષોથી ચાલી આવતી લોકવાયકાઓ અને માન્યતાઓ જ અહીંની ઓળખ છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અલગ અલગ માન્યતાઓ ધરાવે છેઅને આ જ કારણે અહીં વિવિધ પ્રકારની લોકવાયકાઓ સાંભળવા મળે છે. આ તમામ વાતો વચ્ચે ગામના લોકો રાવણના મંદિરે નિયમિતપણે આવીને પૂજા અર્ચના કરે છેઅને પોતાની શ્રદ્ધા જાળવી રાખે છે.

Latest Stories