New Update
/connect-gujarat/media/post_banners/4e01a26c7a63bec82d3924511ec16b4632f275f8d359e45a01726e0c0142469e.webp)
બિપરજોય વાવાઝોડાના પગલે આવતીકાલે તા. ૧૫ જૂનના બપોરે ૧૨ કલાકથી તા. ૧૬ જૂન બપોરે ૧૨ કલાક સુધી પાવાગઢ મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ રાખવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ કાલિકા માતા મંદિર ટ્રસ્ટ દ્વારા 'બિપરજોય' વાવાઝોડાને અનુલક્ષીને આવતીકાલે તા. ૧૫ જૂનના બપોરે ૧૨ કલાકથી તા. ૧૬ જૂન બપોરે ૧૨ કલાક સુધીના સમયગાળા દરમિયાન પાવાગઢ મહાકાળી મંદિરને બંધ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે હવે અનુકૂળ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા માઈભક્તોને માટે મંદિરના દ્વાર ખોલવા અંગે આગામી સૂચના જાહેર કરાશે.
Latest Stories