સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં “રેડ એલર્ટ”, ભારે વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 241 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગતરોજ દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.

New Update

ગુજરાત રાજ્ય પર 4 અપર એર સિસ્ટમ સક્રિય થઈ

છેલ્લા 24 કલાકમાં 241 તાલુકામાં ભારે વરસાદ વરસ્યો

સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં આજરોજ રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાય

વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

 ગુજરાત રાજ્ય પર હાલ 4 સિસ્ટમ સક્રિય થઈ છેત્યારે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં આજરોજ રેડ એલર્ટ આપવામાં આવ્યું છેજ્યારે ભારે વરસાદની આગાહી વચ્ચે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સમગ્ર ગુજરાત પર હાલ એર સાઈક્લોનિક સર્ક્યુલેશન ઓફ શોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 4 સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા વર્તાય રહી છે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 241 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગતરોજ દક્ષિણઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે ડાંગ જિલ્લાનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો.

જોકેછેલ્લા 24 કલાકમાં રાજ્યના 241 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 14 ઈંચભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચગુરૂડેશ્વરમાં 6 ઈંચનાદોદમાં સવા પાંચ ઈંચતિલકવાડામાં સવા ચાર ઈંચચિખલીમાં ચાર ઈંચલિલિયા અને મહુવામાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજ્યના અન્ય તાલુકામાં પણ હળવાથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજરોજ જુનાગઢગીર સોમનાથઅમરેલીભાવનગરસુરતનવસારીવલસાડદાદરા નગર હવેલીછોટાઉદેપુર જિલ્લામાં આજે રેડ એલર્ટ છેજ્યારે પોરબંદરદેવભૂમિ દ્વારકાજામનગરરાજકોટભરૂચવડોદરાનર્મદાતાપીડાંગ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Latest Stories