સાતમ આઠમનાં તહેવાર પહેલા રાહતના સમાચાર, સીંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 40 રૂપિયાનો ઘટાડો

New Update
સાતમ આઠમનાં તહેવાર પહેલા રાહતના સમાચાર, સીંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 40 રૂપિયાનો ઘટાડો

સાતમ આઠમનાં તહેવાર પહેલા રાહતના સમાચાર સામે આવ્યા છે. સીંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 40 રૂપિયાનો ઘટાડો થતાં મોંઘવારીના મોરચો થોડી રાહત મળી છે. જોકે આ ભાવ ઘટાડા પછી હજુ પણ સીંગતેલના ડબ્બાનો ભાવ 3000 રૂપિયાને પાર છે. રાજકોટમાં સીંગતેલનો ડબ્બો 3000 થી 3,040 રૂપિયા બોલાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકનાં પગલે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં સતત મગફળીની આવકમાં હવે વધારો થશે. જેના કારણે સીંગતેલેના ભાવમાં આગળ પણ ઘટાડો ધવાની ધારણા છે.

વિદેશી બજારોમાં ખાદ્ય તેલ (ખાસ કરીને સૂર્યમુખી અને સોયાબીન તેલ)ના ઘટતા ભાવ વચ્ચે ગયા સપ્તાહે દિલ્હી તેલ-તેલીબિયાં બજારમાં ખાદ્યતેલો, તેલીબિયાંના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો હતો.

સૂર્યમુખી તેલમાં આ ઘટાડાને કારણે લગભગ તમામ સ્થાનિક તેલ અને તેલીબિયાં અને સરસવ, સીંગદાણા તેલ અને તેલીબિયાં, સોયાબીન તેલ, ક્રૂડ પામ ઓઈલ (CPO) અને પામોલિન અને કપાસિયા તેલના ભાવો પર દબાણ જોવા મળ્યું હતું. ખેડૂતોએ સસ્તા દરે સોયાબીન ન વેચવાને કારણે સોયાબીન તેલીબિયાંના ભાવ અગાઉના સ્તરે રહ્યા હતા.

બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે સમીક્ષા સપ્તાહ પહેલા સોયાબીન તેલનો ભાવ $1,160 પ્રતિ ટન હતો, તે $100 ઘટીને $1,060 પ્રતિ ટન થયો છે.

Latest Stories