Connect Gujarat
ગુજરાત

દાહોદમાં ગોળ-ગધેડાનો મેળો : યુવતીઓ દ્વારા સોટીઓના માર વચ્ચે પણ યુવકો ચઢે છે સીમળાના ઝાડનું થડ

દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે,

X

દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે, અહી ખૂબ જ અનોખી રીતે આદિવાસીઓ હોળીનો તહેવાર માનવતા હોય છે. આદિવાસી લોકોની પરંપરાઓ અને પ્રથાઓ પણ અનેરી જ હોય છે. એમાની જ એક પરંપરા એટલે કે, ગોળ-ગધેડાનો મેળો... દાહોદ નજીક જેસાવાડા ગામે આ પરંપરાગત ગોળ-ગધેડાનો મેળો યોજવામાં આવે છે.

આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે, અને આ અનોખા મેળાનો ભરપૂર આનંદ ઉઠાવે છે. અનેક આદિવાસી યુવકો હાથોમાં ઢોલ લઈને ગામની વચ્ચોવચ્ચ એક સીમળાના ઝાડનું થડ રોપેલું હોય છે. જેને લીસ્સું કરવા માટે તેની છાલ કાઢી નાખવામાં આવે છે, અને તેની ટોચ પર એક ગોળ ભરેલી પોટલી લટકાડવામાં આવે છે. આજુબાજુના તમામ ગામના યુવકો તથા યુવતીઓ આ સિમળાના ઝાડના થડની આજુબાજુ ઢોલ નગારા સાથે ફરે છે, અને આદિવાસી નૃત્ય કરે છે. હાથોમાં સોટીઓ લઈને યુવતીઓ નૃત્ય કરે છે, અને ઉભેલા યુવકો પર સોટીઓનો મારો પણ ચલાવે છે.

જોકે, આ રીતે ઢોલ વગાડીને નૃત્ય કરવાનું કેટલાય કલાકો સુધી ચાલે છે, અને ત્યારબાદ શરૂ થાય છે ખરો ખેલ... ગામના કુવારા યુવકો સિમળાના ઝાડના થડની આજુબાજુ ગોઠવાય જાય છે, અને યુવતીઓ પણ હાથોમાં સોટીઓ લઈને આ યુવકોને ઘેરી લે છે. જો કોઈ પણ યુવક આ થડ પર ચઢવાની કોશીશ કરે કે, તરત જ યુવતીઓ સોટીઓનો અસહ્ય મારો ચલાવે છે, અને તેમ છતાય જો કોઈ યુવક ટોચ પર ચડીને ગોળની પોટલી મેળવી લે તો તેનું આયોજકો દ્વારા ઈનામ આપી સન્માન કરવામાં આવે છે.

જોકે, વર્ષો પહેલા જે કોઈ યુવક ગોળની પોટલી લેવામાં સફળ નીવડે તે ગામની કોઈપણ યુવતી સાથે લગ્ન કરી શકતો હોવાની પરંપરા હતી. હાલ તો ગોળ-ગધેડાનો મેળો માત્ર મનોરંજન પુરતો જ રહ્યો છે, આમ તો ગોળ-ગધેડાનો મેળો રાજા રજવાડાઓના જમાનાથી જ ચાલતો આવે છે. કારણ કે, એવી માન્યતા છે કે, કોઈ વિરલો જ આટલી સોટીઓના માર વચ્ચે આ થડની ટોચ પર પહોચી શકે છે, અને તેથી જ તે પોતાની પત્ની તથા પરિવારને રક્ષણ આપી શકે છે.

Next Story