Connect Gujarat
ગુજરાત

દાહોદ રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં મહિલા ફસાઈ જતાં RPFના જવાને જીવ બચાવ્યો, CCTV આવ્યા સામે...

ગત તા. 10-2-2023ના રોજ સવારના 6 વાગ્યાના સમયે દાહોદથી ટ્રેન મારફતે દીકરીને મળવા જવા નીકળેલી મહિલા અન્ય ટ્રેનમાં ચઢી ગઈ હતી,

દાહોદ રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં મહિલા ફસાઈ જતાં RPFના જવાને જીવ બચાવ્યો, CCTV આવ્યા સામે...
X

ગત તા. 10-2-2023ના રોજ સવારના 6 વાગ્યાના સમયે દાહોદથી ટ્રેન મારફતે દીકરીને મળવા જવા નીકળેલી મહિલા અન્ય ટ્રેનમાં ચઢી ગઈ હતી, જેને ખોટી ટ્રેનમાં બેસી ગઈ હોવાની જાણ થતા જ ચાલુ ટ્રેને ઉતરવા જતા 25થી 30 મીટર સુધી ઘસડાઇ હતી. આ દરમ્યાન પેસેન્જરોએ બુમાબુમ કરતા નજીકમાં રહેલા RPF જવાને ચિતા ઝડપે દોડી મહિલાનો જીવ બચાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, દાહોદ તાલુકાના ખરોદા ગામના ટાંડા ફળિયાની રહેવાસી 50 વર્ષીય મેતાબેન પાર્સિંગભાઈ મિનામા પોતાની દિકરીને વડોદરા ખાતે મળવા જવા માટે ગત તા. 10મી ફેબ્રુઆરીએ સવારના સાડા પાંચ વાગ્યાના અરસામાં દાહોદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવ્યા હતા, જ્યાં અનાયાસે વડોદરા તરફ જતી ટ્રેનમાં ચઢવાના બદલે પ્લેટ ફોર્મ નંબર 1 પર ઉભેલી ટ્રેન નંબર 19399 દાહોદ=ભોપાલ ઈન્ટરસીટીમાં ચઢી ગયા હતા. ટ્રેન શરૂં થવાના અંતિમ સમયે મેતાબેન વડોદરા જવાની જગ્યાએ રતલામ જતી ખોટી ટ્રેનમાં જતા હોવાનું માલુમ પડતાં ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરતી વેળા ટ્રેનના દરવાજા પર અધ્ધર લટકી પડ્યા હતા. આ મહિલા ચાલુ ટ્રેને 25થી 30 મીટર સુધી ઘસડાઈ હતી, તે સમયે પેસેન્જરોની બુમાબુમના પગલે નજીકમાં RPF કાર્યાલર પર ફરજ પર હાજર એ.એસ.આઈ. નારાયણ પરમાર તથા મદનસિંહ બાસ્કલે તાબડતોડ ચિત્તાની ઝડપે દોડી મહિલાને બચાવી લીધી હતી. તે સમયે ટ્રેન મેનેજર ગૌરવ પરમારે સમય સુચકતા વાપરી ટ્રેનને વેક્યુમ બ્રેક ડ્રોપ કરી દીધાં હતાં. જેના પગલે ટ્રેન ઉભી રહી ગઈ હતી, અને મેતાબેનનો બચાવ થયો હતો. જોકે, પ્લેટફોર્મ સાથે ઘસડાવાના પગલે મેતાબેનને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હતા.

Next Story