સાબરકાંઠા : લગ્નજીવનના 50 વર્ષ પૂર્ણ કરેલ 28 દંપતિઓના ફરી લગ્ન કરાવવા સાથે વિશેષ સન્માન કરાયું...

સાબરકાંઠાના હિંમતનગર ખાતે સિનિયર સિટીઝન એસોસિએશન દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

New Update
સાબરકાંઠા : લગ્નજીવનના 50 વર્ષ પૂર્ણ કરેલ 28 દંપતિઓના ફરી લગ્ન કરાવવા સાથે વિશેષ સન્માન કરાયું...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે લગ્નજીવનના 50 વર્ષ પૂર્ણ કરેલ દંપતિઓનું સિનિયર સિટીઝન એસોસિએશન દ્વારા લગ્નપ્રસંગ જેવો માહોલ ઊભો કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠાના હિંમતનગર ખાતે સિનિયર સિટીઝન એસોસિએશન દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ગુજરાતમાં લગભગ પહેલી વાર સિનિયર સિટીઝન દ્વારા કરવામાં આવ્યું હતું. સિનિયર સિટીઝન એસોસિએશન હિંમતનગર સાથે સંકળાયેલા અને લગ્નજીવનના 50 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા દંપતિઓ માટે લગ્ન જેવો માહોલ ઊભો કરી વિશેષ સન્માનવામાં આવ્યા હતા. જોકે, આમ તો આખેઆખો પ્રસંગ ફરીવાર પરણાવવા જેવો જ હતો. જેમાં 28 જેટલા દંપતિઓએ ફરી એકવાર સામુહિક આંતરપટ, લગ્ન ગીત, રાસ-ગરબા અને વેડિંગ ચેર પર બેસાડી ફુલહાર કરી સન્માનિત કરાયા હતા. હિંમતનગર ખાતે ઉમિયા મંદિરમાં સહજોડે આવેલા દંપતિઓનું ઢોલ-નગારા અને પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, આ કાર્યક્રમના આયોજનનો મુખ્ય હેતુ ઘડપણમાં પણ છેલ્લા શ્વાસ સુધી એકબીજા સાથે આનંદમાં રહેવાનો રહ્યો છે.

Latest Stories