Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : મોતીપુરાના શિવ શક્તિ યુવક મંડળ દ્વારા 80 મટકી ફોડનો ભવ્ય કાર્યક્રમ યોજાયો...

X

મોતીપુરામાં 25 વર્ષથી મટકી ફોડનું કરાય છે આયોજન

શિવ શક્તિ યુવક મંડળે 80 મટકી ફોડનો કાર્યક્રમ યોજ્યો

મટકી ફોડ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત જિલ્લામાં ઠેર ઠેર કૃષ્ણ મંદિરો અને નવરાત્રી ચોકમાં દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડનું આયોજન કરવામાં આવે છે, ત્યારે હિંમતનગરના મોતીપુરામાં આવેલ શારદાકુંજ સોસાયટીમાં 25 વર્ષથી શિવ શક્તિ યુવક મંડળ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. યુવક મંડળ દ્વારા આજુબાજુની 10 સોસાયટીઓમાં 5-5 મટકીઓનો વધારો કરવામાં આવે છે આમ અત્યાર સુધીમાં 25 વર્ષથી લગભગ 80 જેટલી મટકી લગાવવામાં આવે છે. ત્યારબાદ શોભાયાત્રા સ્વરૂપે શક્તિ યુવક મંડળ દ્વારા ચોકમાં ભગવાનની આરતી ઉતારવામાં આવે છે. દરેક સોસાયટીમાં ફરી ફરીને મંડળના યુવાન અને બાળકો પિરામિડ બનાવીને લગાવેલી મટકીઓ ફોડે છે. આમ બપોરથી જ મટકી ફોડ શરૂ કરવામાં આવે છે, અને મોડી સાંજ સુધી મટકી ફોડનો કાર્યક્રમ યોજાય છે. આ રીતે જન્માષ્ટમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીમાં સોસાયટીના રહીશો બાળકો અને ભાઈઓ બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સવમાં સહભાગી બને છે.

Next Story