સાબરકાંઠા : ઇડરમાં ધોળે દિવસે રૂ.15 લાખની લૂંટથી સનસનાટી મચી,બેંક કર્મચારી પાસેથી બાઈક સવારો રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર.

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં ધોળે દહાડે બેંક કર્મચારી પાસેથી બાઈક સવારો 15 લાખની રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી ફરાર થઇ ગયા હતા,સર્જાયેલી ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.

New Update
  • ઇડરમાં ધોળે દિવસે બની લૂંટની ઘટના

  • બેંક કમર્ચારી બન્યો લૂંટનો ભોગ

  • બાઈક સવાર અજાણ્યા શખ્સો રૂ.15 લાખ રોકડ લૂંટીને ફરાર

  • બેંકમાં રૂપિયા જમા કરવા જતા બની લૂંટની ઘટના

  • પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના સોર્સના આધારે શરૂ કરી તપાસ

Advertisment

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં ધોળે દહાડે બેંક કર્મચારી પાસેથી બાઈક સવારો 15 લાખની રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી ફરાર થઇ ગયા હતા,સર્જાયેલી ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.

સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં મંગળવારે બપોરે એ.યુ. બેંકમાં કલેક્શનનું કામ કરતા વિક્રમસિંહ બળવંતસિંહ ઝાલા બપોરે બેંકમાંથી રૂપિયા 15 લાખ રોકડ થેલામાં લઈને નીકળ્યા હતા. તેઓ આ રકમ અન્ય બેંકમાં જમા કરાવવા માટે રિક્ષામાં જઈ રહ્યા હતા.બપોરે પોણા બે વાગ્યાના સુમારે કે.એમ.પટેલ વિદ્યામંદિર નજીક બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા. તેમણે રિક્ષામાં આગળ બેઠેલા વિક્રમસિંહના હાથમાંથી રોકડ ભરેલો થેલો ઝૂંટવી લીધો અને ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા ઇડરના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલપી આઈ  સી.જી.રાઠોડ, PSI પી.એમ.ઝાલા તેમજ  સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. વિક્રમસિંહ ઝાલાની ફરિયાદના આધારે પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

 

Advertisment
Latest Stories