સાબરકાંઠા: વૈજનાથ દાદાને પાઘડી અર્પણ કરાય, આકર્ષક રંગોળી બનાવાય

ગુજરાત | Featured | સમાચાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢમાં આજે ભક્તોએ અલગ રંગોની રંગોળી બનાવી વૈજનાથ દાદાને પાઘડી અર્પણ કરી હતી.દાદાના શણગારના દર્શન

author-image
By Connect Gujarat Desk
New Update
રંગોળી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢમાં આજે ભક્તોએ અલગ રંગોની રંગોળી બનાવી વૈજનાથ દાદાને પાઘડી અર્પણ કરી હતી. દાદાના શણગારના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
શ્રાવણ માસમાં અલગ અલગ પ્રકારના રોજ સાંજે હિંમતનગરના રાયગઢમાં આવેલ પ્રતાપસાગર પાસેના પૌરાણિક વૈજનાથ દાદાને શ્રાવણ વદ બારસને શુક્રવારે સાંજે યુવકોએવિવિધ કલરોનો ઉપયોગ કરીને રંગોળી બનાવી હતી અને દાદાને પાઘડી અર્પણ કરી હતી.પાઘડીના શણગારમાં સજેલા દાદાને ધૂપ અને દીપ આરતી કરવામાં આવી હતી. ભક્તિમય વાતાવરણમાં ભક્તો અને ગ્રામજનોએ અનોખા પાઘડીના શણગારમાં દાદાના દર્શન કરી ધન્યતા
અનુભવી હતી
Latest Stories