/connect-gujarat/media/post_banners/37415fc183661bcdfe1c7b55487a64a8aaf90039aee0008e31e5cbddda3e51c0.jpg)
સાબરકાંઠા જીલ્લાના ઈડરમાં ઝરણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં અવિરત પાણીનું ઝરણું વહે છે. આ પાણીની મિઠાસ ખૂબ જ અલગ છે. લોકવાયકા પ્રમાણે અહીંનું પાણી પીવાથી રોગ પણ દૂર થાય છે.
સાબરકાંઠા જીલ્લાની ઐતિહાસિક ધરોહર અને ગુજરાતની શાન એવા ઈડરીયા ગઢનું અનેરું મહત્વ છે. ગઢ પર તમામ ઘર્મના મંદિર, મસ્જીદ અને જૈન દેરાસર પણ આવેલા છે, ત્યારે ઈડરીયા ગઢ પર ઝરણેશ્વર મહાદેવનું અનોખુ મંદિર આવેલું છે, જ્યાં શીતળ પાણી અને શીતળતાનો અહેસાસ થાય છે. ઇડર ગઢ ચડતા જ દર્શન થાય છે દેવોના દેવ મહાદેવના કે, જ્યા વર્ષોથી ગુપ્ત ગંગા વહે છે, અને લોકોની તરસ પણ છીપાવે છે. અહીનું પાણી મિનરલ પાણી જેવુ શુદ્ધ, મીઠું અને ઠંડુ હોય છે. મહત્વની વાત એ છે કે, અહી અપનીનું અવિરત ઝરણું ક્યાથી વહે છે, એ કોઈને ખબર નથી. સમુદ્રની સપાટીથી 195 મીટર એટલે કે, 639 ફીટની ઉંચાઈએ આવેલ ઈડરનો ગઢ અનેક પ્રાચીન સ્થાપત્યોને જાળવીને બેઠો છે. ગઢ પર ચઢાણ કરતા જ આવેલ ઝરણેશ્વર મહાદેવ પર ધોમધખતા ઉનાળામાં પણ શીતળ જળનો કુદરતી અભિષેક થતો હોય છે. વિશાળ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગના દર્શન થાય છે. અહી વહેલી ઝરણું એટલું શુદ્ધ છે કે, તે પીવાથી શરીરના રોગ પણ દુર થાય છે. અહી આવતા તમામ પ્રવાસી પહેલા તો ઝરણેશ્ર્વર મહાદેવના દર્શન કર્યા બાદ જ ઈડર ગઢ પર જાય છે. અહી ગરમી 45 ડીગ્રીની આસપાસ રહે છે, છતાં પણ આ મંદિરની ગુફામાં ઠંડકનો અનુભવ થાય છે. વેકેશનમાં અહી ફરવા આવતા લોકો પણ મંદિરમાં બેસી ભક્તિ સાથે પ્રવાસની પણ મજા માણતા હોય છે.