સાબરકાંઠા : પ્રાંતિજ પાલિકાના આયોજન વગરની નિતીથી ત્રસ્ત પ્રાંતિજવાસીઓની પાલિકામાં ઉગ્ર રજૂઆત...

હાલતો કોંગ્રેસ નગરજનોના વ્હારે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

New Update
સાબરકાંઠા : પ્રાંતિજ પાલિકાના આયોજન વગરની નિતીથી ત્રસ્ત પ્રાંતિજવાસીઓની પાલિકામાં ઉગ્ર રજૂઆત...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા લોકોને આપવામાં આવતી પ્રાથમિક જરૂરિયાત એવી પાણીની સુવિધા આપવામાં જ નિષ્ફળ નિવડી છે. છેલ્લા 15 દિવસથી પ્રાંતિજના વિવિધ વિસ્તારોમા ક્યાંક પાણી ન આવતું, તો ક્યાંક પાણી દુર્ગંધયુક્ત લીલુ-પીળુ કે, ક્યાંક માત્ર 20 મીનીટ જ પાણી આપવામાં આવતા ઉનાળાની ગરમીમાં રહીશો પાણી માટે વલખા મારે છે, ત્યારે જવાબદાર તંત્ર જાણે હાલ તો સબ સલામત હોય તેમ ઓફિસમાં બેઠુ હોય તેવુ સ્પષ્ટપણે જણાઇ આવે છે એક બાજુ રહીશોને પાણી ન મળતું હોય, તો બીજી બાજુ પાલિકાના કર્મચારી જેમ ફાવે તેમ બોલતા હોવાના આક્ષેપ સાથે મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને પોહચ્યો હતો.

ત્યારે હાલતો કોંગ્રેસ નગરજનોના વ્હારે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. તો આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ પટેલ , જિલ્લા માયનોરીટી પ્રમુખ , કોંગ્રેસ પ્રાંતિજ શહેર પ્રમુખ ચિરાગ ભાઇ પટેલ , ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ કમળાબેન પરમાર , સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહીને આવેદનપત્ર સુપત કરી રજુ કરી.

Latest Stories