સાબરકાંઠા : આકરી ગરમી વચ્ચે ખેતી-પાકને ભારે નુકશાન, આસમાને પહોચ્યા શાકભાજીના ભાવ...

સાબરકાંઠા જિલ્લામાં 45 ડિગ્રીથી વધુ ગરમીનો ભોગ બની છે શાકભાજી અને જેના કારણે ગ્રુહિણીઓનુ બજેટ ખોરવાઈ ગયુ છે. આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનુ વાવેતર કરવામાં આવ્યું હતું.

author-image
By Connect Gujarat Desk
New Update

સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલી આકરી ગરમીએ આ વખતે ખેતીવાડીને પણ નુકસાન પહોંચાડ્યું છે. જીલ્લામાં શાકભાજી વાવેતર કરવામાં આવ્યું હતું જોકે આકરી ગરમી એ પાકનો સોથ વાળી દીધો છે જેને લઈ ભાવ આસમાને પહોચ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં 45 ડિગ્રીથી વધુ ગરમીનો ભોગ બની છે શાકભાજી અને જેના કારણે ગ્રુહિણીઓનુ બજેટ ખોરવાઈ ગયુ છે. આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનુ વાવેતર કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વધી રહેલા ગરમીના પારાએ આ શાકભાજી ના ફૂલ ખીલતાની સાથે ખેરવી દીધા હતા. જોકે કોઈ ફૂલમાંથી ફળ બેસે તો નાનકડું ફળ પણ તાપમાં મૂરજાઈને ખરી પડતું હતું. જેને લઈને સારી આવકની આશાએ વાવેલો પાક પૂરતું પાણી આપવા છતાં ઉત્પાદન આપી નથી રહ્યો. ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા, ગલકા, દુધી, કાકડી, ટામેટા, ગીલોડા સહિત અન્ય શાકભાજી માં ગરમીને લઈને ઉત્પાદન માં ભારે અસર પડી છે સાબરકાંઠા જીલ્લા માં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે આમ તો ખેડુતો ને જે ભાવ મળી રહ્યો છે એ ભાવ પહેલા કરતા પણ પોષાય તેમ નથી કારણ કે પહેલા મળેલ ભાવ કરતા આ વખતે ભાવ વધુ મળ્યા છે પણ સામે ખેડુતો ને નુકસાન જ છે.

છેલ્લા 25 દિવસથી શાકભાજી ની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે છેલ્લા ૨૫ દિવસથી આકરી ગરમીને લઈને આ ભાવ આસમાને પહોચ્યા છે સામે ઉત્પાદન ઘટતા માર્કેટ માં આવક પણ ઘટી છે 70 થી 80 ટકા ભાવમાં વધારો થયો છે તેવુ વેપારીઓ જણાવી રહ્યા છે કારણ માત્ર એક એક જ છે કે આકરી ગરમીને લઈ ઉત્પાદન મળતુ નથી તો સામે ખર્ચ, વિરામણ, સહિતનો ભાવ વધી ગયો છે એટલે એકંદરે ખેડુતો ને આ ભાવ પણ પોષાય તેમ નથી.

આમ તો હજુ પણ ગરમી વધશે તો શાકભાજી ના ભાવ માં આનાથી પણ વધારો આવી શકે તેમ છે ત્યારે સરકારે શાકભાજી ના ભાવ વિશે કંઈક વિચારવુ જોઈએ તેવુ ખેડુતો માની રહ્યા છે.

Latest Stories