સાબરકાંઠા: કોરોનાકાળમાં ઘરે બેસી બનાવાયેલ ચિત્રોનું પ્રદર્શન યોજાયું,500 ચિત્રો રજૂ કરાયા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટ ખાતે આર્ટ' ઓ ફેર ૨૦૨૨નું આયોજન કરાયું હતું.

New Update
સાબરકાંઠા: કોરોનાકાળમાં ઘરે બેસી બનાવાયેલ ચિત્રોનું પ્રદર્શન યોજાયું,500 ચિત્રો રજૂ કરાયા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટ ખાતે આર્ટ' ઓ ફેર ૨૦૨૨નું આયોજન કરાયું હતું.

હિંમતનગર નગરપાલિકા દ્વારા આર્ટ' ઓ ફેર ૨૦૨૨નું આયોજન કરાયું હતું. જેમાં ધારાસભ્ય વી.ડી.ઝાલા અને પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું.કોરોનાના લોકડાઉનમાં કલા પ્રેમીઓ ઘરે બેસીને વિવિધ પ્રવુતિ કરીને પેન્ટિંગ બનાવી હતી તેને એક્ઝીબિશનઆમાં રજૂ કરવામાં આવી હતી જેમાં હિંમતનગર શહેરના ૧૮ જેટલા આર્ટીસ્ટોએ ભાગ લઈને ૫૦૦થી વધુ ચિત્રો પ્રદર્શન અર્થે મૂક્યા હતા. કેનાલ ફ્રન્ટ પાસે આર્ટ ' ઓ ફેર એક દિવસ માટે આયોજન કરાતા શહેરના લોકો જોવા માટે ઉમટ્યા હતા. આ પ્રસંગે સારા ચિત્રો બનાવનાર ક્લાકારોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

Latest Stories