Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: હિંમતનગરમાં આંગડીયા કર્મી લૂંટાયો, પોલીસની ઓળખ આપીને 49.40 લાખના સોના ચાંદીની લૂંટ

આંગડીયા કર્મીના બાઇકને ઉભુ રખાવીને ડ્રગ્સનો ધંધો કરો છો કહીને આરોપીઓ તેમની પર તૂટી પડીને માર માર્યો હતો

X

સાબરકાંઠાનો ચકચારી બનાવ

હીમતનગરમાં આંગડીયાકર્મી લૂંટાયો

પોલીસની ઓળખ આપી લૂંટ ચાલવાય

રૂ. 49 લાખથી વધુના માલમત્તાની લૂંટ

પોલીસે તપાસ શરૂ કરી

સાબરકાંઠા જિલ્લાના હીમતનગરમાં લૂંટની ઘટના સામે આવી છે જેમાં આંગડિયા પેઢીના કર્મચારીને પોલીસની ઓળખ આપી રૂપિયા 49 લાખથી વધુના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવાય હોવાનું સામે આવ્યું છે હિંમતનગર શહેરના મુખ્ય બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન રોડ પર જવા દરમિયાન પોલીસની ઓળખ આપીને આંગડીયાના કર્મચારીઓને લૂંટી લીધાનો બનાવ સામે આવ્યો છે. સવારના અરસા દરમિયાન આંગડીયા પેઢીના કર્મચારીને બે અલગ અલગ કારમાં આવેલ પાંચેક શખ્શોએ પોલીસ હોવાની ઓળખ આપીને આંગડીયા કર્મચારીનું બાઇક રોક્યુ હતુ.

આંગડીયા કર્મીના બાઇકને ઉભુ રખાવીને ડ્રગ્સનો ધંધો કરો છો કહીને આરોપીઓ તેમની પર તૂટી પડીને માર માર્યો હતો. આ સાથે જ તેમની પાસે રહેલ આંગડીયાનો કિંમતી જથ્થો પણ લૂંટારુઓ લઈને ફરાર થઇ ગયા હતા. લુંટારુઓએ આંગડીયા કર્મીઓને પોલીસ સ્ટેશન લઈ જવા પડશે એમ કહી કારમાં બેસાડી દીધેલા. કારને વિજાપુર હાઇવે પર દોડાવી મુકી હતી.

જેમાંથી એક કર્મચારી કાર ધીમી પડતા નિચે કુદી પડ્યો હતો. આંગડીયા પેઢીનો થેલો જે લઈને કર્મચારીઓ આવી રહ્યા હતા. તેમાં 49.40 લાખ રુપિયાના સોના અને ચાંદીના દાગીના ભરેલા હતા. થેલામાં અલગ અલગ પાર્સલ સ્વરુપે પેક કરવામાં આવ્યા હતા. આવા 19 પાર્સલમાં 26 કિલો કરતા વધારે ચાંદી હતી. જેની બજાર કિંમત 19,06,419 લાખ રૂપીયા થવા પામી છે.જ્યારે સોનાના 38 જેટલા પાર્સલ થેલામાં હતા. જેમાં લગભગ 30.34 લાખ રુપિયાની કિંમત અંદાજવામાં આવી રહી છે. કુલ 49 લાખ 40 હજાર રુપિયાની કિંમતની મત્તાની લુંટારુઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.

Next Story