/connect-gujarat/media/post_banners/8c584b2d1ffd510674e0aa9b1f6ab0ff7e06a396a4e3fbdac7f2f5b0788a0c88.jpg)
સાબરકાંઠા જીલ્લામાં કરવામાં આવ્યું આયોજન
ચૂંટાયેલા તમામ સદસ્યો સાથે એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ઉમિયાવાડી ખાતે જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો સાથે એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો સાથે એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો.
જેમાં પંડિત દીનદયાળની વિચારધારા જનપ્રતિનિધિ સુધી પહોંચે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કરેલા વિકાસના કર્યો અને મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ વિકાસના કર્યો લોકો સુધી પોહચે.સાથે ભારતીય જનતાપાર્ટી જન પ્રતિનિધિ કેવો હોય અને વિકાસના કાર્ય કરે તે માટે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત કરીને પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો હતો. જોકે હાલ ભારત વિકસિત યાત્રા ચાલી રહી છે ત્યારે દરેક તાલુકાના તાલુકા પંચાયત અને નગરપાલિકાના સદસ્યો સહિત ભાજપના કાર્યકરો સરકારી યોજનાઓ સહિત વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે તેને લઈ પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો હતો.