સાબરકાંઠા : શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહમાં પધારવા ટ્રસ્ટના ચેરમેને આપ્યું સમાજને આમંત્રણ

હિંમતનગર ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન સહીત ટ્રસ્ટીઓ નવ નિર્માણ થનાર કેન્સર હોસ્પીટલના ભૂમિપૂજન માટે આમંત્રણ આપવા આવી પહોચ્યા હતા.

New Update
સાબરકાંઠા : શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહમાં પધારવા ટ્રસ્ટના ચેરમેને આપ્યું સમાજને આમંત્રણ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન સહીત ટ્રસ્ટીઓ નવ નિર્માણ થનાર કેન્સર હોસ્પીટલના ભૂમિપૂજન માટે આમંત્રણ આપવા આવી પહોચ્યા હતા.

રાજકોટ નજીક સર્વ સમાજના લાભાર્થે 47 એકરમાં 1 હજાર કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહમાં સમાજને પધારવા માટેનું આમંત્રણ આપવાની શરૂઆત ગત તા. 17 ડીસેમ્બર 2023ના રોજ સોમનાથથી કરવામાં આવી હતી, જે આગામી તા. 11 જાન્યુઆરી 2024 સુધી ચાલશે, ત્યારે 12મા દિવસે ખોડલધામ ટીમ સાબરકાંઠાના હિમતનગરમાં આવી પહોચી હતી. જેમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, દિનેશ કુંભાણી, કિરીટ પટેલ, અનાર પટેલ, ગેનીબેન ઠુમ્મર સહીતના ટ્રસ્ટીઓ હિંમતનગરમાં બાયપાસ રોડ પર આવેલ વિદ્યાનગરી કેમ્પસ ખાતે આવી પહોચ્યા હતા, જ્યાં ઢોલ નગારા સાથે તમામ મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એમપી થીયેટર ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ચેરમેન ટ્રસ્ટીઓ દીપ પ્રાગટ્ય કરીને ખોડલ માતાજીની આરતી ઉતારી હતી. ત્યારબાદ સમાજના વિવિધ તાલુકા અને જીલ્લાની મહિલાઓ સહિતની 22 જેટલી અલગ અલગ સમિતિઓ દ્વારા નરેશ પટેલનું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આમંત્રણ કાર્યક્રમમાં સાબરકાંઠા લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓ, વિવિધ ગામના અગ્રણીઓ અને વિવિધ પદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories