Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: લાકડાના રમકડાં બનાવનારની હાલત કફોડી,એક સમયે જામતી હતી ભારે ભીડ

સાબરકાંઠાના ઇડરના લાકડાના રમકડાં જગવિખ્યાત હતા જો કે ચાઇનીઝ રમકડાનું દૂષણ આવતા આ વ્યવસાય મૃતપાય અવસ્થામાં આવી ગયો છે

X

સાબરકાંઠાના ઇડરના લાકડાના રમકડાં જગવિખ્યાત હતા જો કે ચાઇનીઝ રમકડાનું દૂષણ આવતા આ વ્યવસાય મૃતપાય અવસ્થામાં આવી ગયો છે ત્યારે આ વ્યવસાયને ટકાવી રાખવા સરકાર દ્વારા સહાય કરવામાં આવે એવી વેપારીઓ માંગ કરી રહ્યા છે.

ગુજરાતી લાકડાના રમકડાં માટે ઇડર શહેર પ્રખ્યાત હતું જોકે હાલમાં માત્ર બેથી ત્રણ વેપારી નામ પૂરતા આ વ્યવસાય સાથે જોડાયેલા છે.આગામી સમયમાં સરકાર દ્વારા લાકડાના રમકડાં બનાવનારા કલાકારો સહયોગ જાહેર નહીં કરાય તો મૃતપ્રાય બની રહેલો આ વ્યવસાય સંપૂર્ણપણે નાશ પામશે તે નક્કી છે.છેલ્લા કેટલાક સમયથી દિન-પ્રતિદિન વિદેશી રમકડા સહિત ચીની બજાર પ્રવેશતા હાલમાં ઇડર શહેરના લાકડાના રમકડાં બનાવનારાઓની હાલત કફોડી થઈ છે જેના પગલે 300થી વધારે કલાકારોની સામે હાલમાં 3 થી 4 કલાકારો લાકડાના રમકડા બનાવી રહ્યા છે.જોકે તેમાં પણ હવે કોઈ ખાસ આવક ન રહેતા હવે સ્થાનિક લોકો લાકડાના રમકડા બનાવવાનું છોડી અન્ય બાબતો તરફ વળ્યા છે.સામાન્ય રીતે લાકડાના રમકડાંના રૂપિયા 20 થી લઈ 1,000 સુધીના અલગ-અલગ રમકડાં બનતા હતા. આગામી સમયમાં આ સ્થિતિ યથાવત રહી તો એકાદ બે દુકાનો પણ આગામી સમયમાં બંધ થઈ જશે.હાલના તબક્કે સરકારી સહાય કરવામાં આવે તો સમગ્ર ગુજરાત માટે ગૌરવ રૂપ ગણી શકાય તેવા લાકડાના બજારની બચાવી શકાય તેમ છે.

Next Story