સાબરકાંઠા: ડ્રાફ્ટીંગ ટેકનોલોજી દ્રારા શાકભાજીના છોડનુ વાવેતર, જુઓ શું હોય છે આ ટેક્નોલોજી

ઈઝરાયલ અને તુર્કી જેવા દેશોમાં જે પદ્ધતિથી શાકભાજી સહિત અન્ય પાકોની ખેતી થાય છે

New Update
સાબરકાંઠા: ડ્રાફ્ટીંગ ટેકનોલોજી દ્રારા શાકભાજીના છોડનુ વાવેતર, જુઓ શું હોય છે આ ટેક્નોલોજી

ઈઝરાયલ અને તુર્કી જેવા દેશોમાં જે પદ્ધતિથી શાકભાજી સહિત અન્ય પાકોની ખેતી થાય છે તે જ પ્રકારે સાબરકાંઠા જિલ્લાની રોયલ ઈઝરાયલ નર્સરી દ્રારા વિવિધ પ્રકારના શાકભાજીના છોડનુ વાવેતર દ્રાફ્ટીંગ ટેકનોલોજી દ્રારા ગુજરાતમાં પ્રથમ વખત કરાયુ છેઆમ તો કોઈપણ છોડનુ વાવેતર બીજ દ્રારા જ કરવામાં આવતુ હોય છે ત્યારે ઈઝરાયલ તુર્કી સહિતના દેશોમાં તમામ છોડનુ ડ્રાફ્ટીંગ ટેકનોલોજી દ્રારા વાવેતર કરવામાં આવે છે. જેના કારણે છોડમાં કોઈપણ પ્રકારના વાઈરસ આવતા નથી તો સાથે ડ્રાફ્ટીગ કરેલ છોડના મુળીયા જમીનમાં અંદર સુધી જાય છે જેના થકી છોડને ખોરાક પણ વધુ મળે છે અને છોડનો વિકાસ પણ સારો થાય છે ત્યારે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે આવેલ રોયલ ઈઝરાયલ નર્સરી દ્રારા આ ડ્રાફ્ટીંગ ટેકનોલોજીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. રીંગણ ટામેટા અને તરબુચ જેવા છોડમાં પ્રથમ પ્રયોગ કરાયો જેમાં હાલ તો સફળતા મળી છે. ગુજરાતમાં પ્રથમ વખત રોયલ ઈઝરાયલ નર્સરી દ્રારા આ ડ્રાફ્ટીંગ ટેકનોલોજીનો પ્રયોગ કરાયો છે જેમાં ખેડુતોને પણ ફાયદો થયો છે. જે ખેડુતો વર્ષોથી શાકભાજીની ખેતી કરતા હતા તેવા ખેડુતોને આ ડ્રાફ્ટીંગ ટેકનોલોજી દ્રારા છોડ તૈયાર કરાયા છે

Latest Stories