સાબરકાંઠા : ગર્ભવતી મહિલાની જોખમી ડિલિવરી, સિવિલ હોસ્પીટલના ગાયનેક વિભાગે માતા-બાળકનો જીવ બચાવ્યો...

ગર્ભવતી મહિલા જિનલ ચમાર ડિલિવરી માટે હિંમતનગરની GMERS જનરલ હોસ્પિટલમાં આવ્યા હતા, ત્યારે તબીબો દ્વારા તપાસ કરતા તેમની સુવાવડ અત્યંત જોખમી હતી

New Update
સાબરકાંઠા : ગર્ભવતી મહિલાની જોખમી ડિલિવરી, સિવિલ હોસ્પીટલના ગાયનેક વિભાગે માતા-બાળકનો જીવ બચાવ્યો...

હિંમતનગર સિવિલ હોસ્પીટલના ગાયનેક વિભાગની કામગીરી

ગાયનેક વિભાગે ગર્ભવતી મહિલાની જોખમી ડિલિવરી કરાવી

સફળ ડિલિવરી ઓપરેશન દ્વારા માતા-બાળકનો જીવ બચાવ્યો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરમાં સિવિલ હોસ્પીટલમાં અરવલ્લી અને રાજસ્થાન રાજ્યમાંથી સારવાર અર્થે દર્દીઓ આવી સેવાઓનો લાભ લે છે, ત્યારે હિંમતનગરના રાયગઢની એક ગર્ભવતી મહિલા 4 દવાખાને સારવાર લઇ ચુકી હતી. જેની શારીરિક કારણોસર ડિલિવરી અત્યંત જોખમી હતી. જે મહિલાની સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગે મહેનત કરીને સફળ ડિલિવરી ઓપરેશન દ્વારા માતા અને બાળકનો જીવ બચાવી લીધો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢના સગર્ભા મહિલા જિનલ ચમાર ડિલિવરી માટે હિંમતનગરની GMERS જનરલ હોસ્પિટલમાં આવ્યા હતા, ત્યારે તબીબો દ્વારા તપાસ કરતા તેમની સુવાવડ અત્યંત જોખમી હતી. આ અગાઉ પહેલાથી તેઓ જ 4 હોસ્પિટલની સારવાર લઈ ચૂક્યા હતા.

પરંતુ અચાનક જ રક્તસ્ત્રાવ શરૂ થયો હતો. જેથી ઓપરેશની જરૂર હોવાથી તાત્કાલિક ઓપરેશન કરીને 2 દિવસ સુધી વેન્ટીલેટર અને 4 દિવસ ઓબ્સસ્ટ્રીક ICUમાં સારવાર આપવામાં આવી હતી. તબીબોએ સફળ ડિલિવરી ઓપરેશન દ્વારા માતા અને બાળકનો જીવ બચાવી લીધો હતો. જોકે, આ દરમિયાન 4 બોટલ રક્ત અને 4 બોટલ પ્લેટલેટ ચડાવવામાં આવ્યા હતા, અને હાલમાં માતા અને બાળક બન્નેની તબિયત સ્વસ્થ છે.

હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠા સહિત અન્ય નજીકના જીલ્લામાંથી અવાર-નવાર આવા ગંભીર દર્દી સારવાર અર્થે આવતા હોય છે, અને કેટલાક કિસ્સાઓમાં દર્દીનું મૃત્યુ પણ થઈ શકે તેમ હોય છે. પરંતુ હિંમતનગર સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગની ટીમ આવા અનેક દર્દીઓને બચાવવા માટે પૂરતા પ્રયત્નો કરીને દર્દી અને તેમના સગા માટે આશીર્વાદ રૂપ બને છે. જોકે, સફળ ઓપરેશનમાં ગાયનેક વિભાગની ટીમ મેડિસિન વિભાગ, બાળરોગ વિભાગની ટીમ અને નર્સિંગ સ્ટાફનું મહત્વનુ યોગદાન રહ્યું હતું. સિવિલ હોસ્પીટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પરેશ શીલાદરિયા ગાયનેક ટીમને સફળતા પૂર્વક ઓપરેશન કરી માતા અને બાળકને બચાવી લેવા બદલ અભિનંદન આપ્યા હતા.

Latest Stories