/connect-gujarat/media/post_banners/bf8609bae581ecd490208e1e60b3d12bef35648331f0f0ef88498407eea5a68c.jpg)
સાબરકાંઠા જીલ્લાના હિમતનગર તાલુકાના કાંકરોલ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દશાબ્દિ મહોત્સવ યોજાશે.22 થી 25 ડિસેમ્બર સુધી એમ ચાર દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે
હિંમતનગરના કાંકણોલ પાસે સ્વામિનારાયણ મંદિરમાં દશાબ્દિ મહોત્સવી ઉજવણી કરવામાં આવશે.22 થી 25 સુધી વિવિધ કાર્યક્રમો સાથે દશાબ્દિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોની તૈયારીઓ થઈ રહી છે.હિંમતનગર ખાતે પ્રમુખસ્વામી મહારાજે 2013માં આ મંદિરની સ્થાપના કરી ત્યાર આ મંદિરને દસ વર્ષ પૂર્ણ થાય છે. જેને લઈને દશાબ્દિ મહોત્સવ ઉજવામાં આવશે. 22 ડિસેમ્બરેસવારે 9 વાગે આદિવાસી સંમેલન અને 100 દંપતિઓના સમૂહલગ્ન સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે.જેમાં દરેક દંપતીઓને એક એક લાખનું કરીયારવ ભેટે આપશે.અને સાંજે મહિલાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ અને અન્ય વિવિધ રજૂઆત કરવામાં આવશે.23 ડિસેમ્બરે દરેકના શુભ સંકલ્પ પૂર્ણ થાય એના માટે વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાશે. ત્યારબાદ બપોરના સમયે બાળકો દ્વારા પાંચ થી વધુ સુંદર કાર્યક્રમો કરવામાં આવશે.24 ડિસેમ્બરે વિશ્વ શાંતિ મહાયજ્ઞ માં મોટી સંખ્યામાં યજમાનો યજ્ઞમાં લાભ લેશે.