સાબરકાંઠા: સાબર ડેરીના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શનનું આયોજન

સાબરડેરીના ચેરમેન પાસે હિસાબોની માહિતી માગી હોવા છતાં ચોક્કસ માહિતી ન મળવાનો પણ આક્ષેપ જશુ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે

સાબરકાંઠા: સાબર ડેરીના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શનનું આયોજન
New Update

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીના ચેરમેન અને એમડીનના મનસ્વી વહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સાબરડેરીના ડિરેક્ટર અને બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ ધારણા પર બેઠા હતા. સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરી કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્ન ઓવર કરી છે જોકે હજારો લિટર દૈનિક દૂધ સંપાદન પણ સાબર ડેરી કરતી હોય છે જોકે સાબર ડેરીના ચેરમેન અને એમડીના મનસ્વી વહીવટ અને ભ્રષ્ટાચાર ના આક્ષેપ બાયડ ના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલ દ્વારા કરવામાં આવે છે.

જશુ પટેલ આજે આક્ષેપ કરી સાબર ડેરીના એડમીન બ્લોકના ગેટ પાસે ધારણા પર બેસ્યા હતા જો કે ભાવ ફેર ચૂકવવામાં અસ્પષ્ટતા અને માહિતી પૂરતી ન આપતા હોવાના કારણે જશુ પટેલ હાલતો સાબર ડેરીના કમ્પાઉન્ડ ખાતે ધરણા પર બેસી ચુક્યા છે જોકે જશુ પટેલ દ્વારા અનેક વાર એમડી એમની સાબરડેરીના ચેરમેન પાસે હિસાબોની માહિતી માગી હોવા છતાં ચોક્કસ માહિતી ન મળવાનો પણ આક્ષેપ જશુ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે જશુ પટેલ દ્વારા સાબર ડેરીના ચેરમેન અને એમડી પર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે.

#Sabarkantha #GujaratConnect #corruption #sabarkantha news #Sabar Dairy #Sabar Dairy Gujarat #ધરણા પ્રદર્શન #Jashu Patel #Jashu Patel Protest
Here are a few more articles:
Read the Next Article