Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : કાલીકંકર ગામે દરોડા પાડવા ગયેલી પોલીસ ઉપર જીવલેણ હુમલો, ઇજાગ્રસ્તો સારવાર હેઠળ

ગૌરી ગામે દરોડા પાડવા ગયેલી પોલીસ પર ત્યાંના લોકોએ સંતાડેલા દેશી બનાવટની બંદૂકો વડે જ હુમલો કર્યો હતો. જેમાં પોલીસકર્મીઓ ઘાયલ

X

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના કાલીકંકર ગામે બાતમીના આધારે દરોડા પાડવા ગયેલી પોલીસ ઉપર જીવલેણ હુમલો થયો હતો, ત્યારે આ બનાવમાં પોલીસકર્મીઓને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના કાલીકંકર ગામ ખાતે પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. કાલીકંકરના ગામમાં પોલીસને ગેરકાયદેસર દેશી બનાવટના હથિયારો સંતાડવામાં આવ્યા હોવાની બાતમી મળી હતી, ત્યારે ગૌરી ગામે દરોડા પાડવા ગયેલી પોલીસ પર ત્યાંના લોકોએ સંતાડેલા દેશી બનાવટની બંદૂકો વડે જ હુમલો કર્યો હતો. જેમાં પોલીસકર્મીઓ ઘાયલ થતાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની ગંભીરતાને લઈને એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે રવાના થઈ હતી. સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યુ હતું કે, છરાવાળી પિસ્તોલ વડે પોલીસકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સાથે અન્ય લોકોનું ટોળું પણ ત્યાં આવી જઈ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો.

Next Story