Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : વડાલીના જીન કમ્પાઉન્ડમાં ભીષણ આગ ફાટી નીકળી, કરોડો રૂપિયાનું થયું નુકશાન

X

સાબરકાંઠા જીન કમ્પાઉન્ડમાં લાગી આગ

બિયારણ અને કેમિકલનો જથ્થો બળીને ખાખ

કરોડો રૂપિયાનું નુકશાન

ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરની ગણેશ જીનના કમ્પાઉન્ડમાં આવેલ ગોડાઉનમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરની ગણેશ જીનના કમ્પાઉન્ડમાં આવેલ ગોડાઉનમાં અચાનક આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી. ગોડાઉનમાં અચાનક આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટે-ગોટા જોવા મળ્યા હતા. ગોડાઉનમાં રહેલ બિયારણ તેમજ કેમિકલનો જથ્થો આગમાં ભળીને ખાખ થઈ ગયો હતો. આગની જાણ થતાં જીનનાં સંચાલકો તાત્કાલીક ધોરણે જીન ખાતે દોડી આવ્યા હતા. જીન કમ્પાઉન્ડમાં લાગેલ આગ પર કાબુ મેળવવા ઈડર,વડાલી, હિમતનગર તેમજ ખેડબ્રહ્માના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. આ વિકરાળ આગને લઇ સમગ્ર કોમ્પલેક્ષ જર્જરિત હાલતમાં થતાં બિલ્ડિંગના આગળના ભાગમાં આવેલી દુકાનો તાત્કાલીક ધોરણે ખાલી કરવાની ફરજ પડી હતી. ત્યારે આ ઘટનાને લઈ વડાલી મામલતદાર પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જીન કમ્પાઉન્ડમાં લાગેલી આગમાં કરોડોનાં મુદ્દામાલને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

Next Story