બનાસકાંઠા: પાલનપુરની SBI શાખાના પૂર્વ મહિલા બ્રાન્ચ મેનેજરે ખેડૂતોના નામે ખોટી લોન બતાવી કરી છેતરપિંડી

કાણોદરની SBI શાખાની પૂર્વ મહિલા બ્રાન્ચ મેનેજરે ખેડૂતોના નામે ખોટી લોન બતાવી બેંક સાથે છેતરપીંડી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

New Update
બનાસકાંઠા: પાલનપુરની SBI શાખાના પૂર્વ મહિલા બ્રાન્ચ મેનેજરે ખેડૂતોના નામે ખોટી લોન બતાવી કરી છેતરપિંડી

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કાણોદરની એસ.બી.આઈ શાખાની પૂર્વ મહિલા બ્રાન્ચ મેનેજરે ખેડૂતોના નામે ખોટી લોન બતાવી બેંક સાથે છેતરપીંડી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

પાલનપુર તાલુકાના કાણોદરની પૂર્વ મહિલા બ્રાન્ચ મેનેજરએ નામંજૂર લોનને મંજૂર બતાવી 16 એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી 1.65 કરોડની છેતરપિંડિ આચરી વિદેશ ભાગી છૂટવાની ઘટના સામે આવી છે જોકે ઓડિટ દરમિયાન સમગ્ર કૌભાંડ બહાર આવતા એસ બી આઈ ના રિજનલ મેનેજર એ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. એસ બી આઈ ની કાણોદર શાખાના પૂર્વ મહિલા બ્રાન્ચ મેનેજર નરજીસ ખાતુંન હસનવાલાએ ખેડૂતોની જાણ બહાર બનાવટી લોન બેંક એકાઉન્ટ ખોલી અલગ અલગ 102 ગ્રાહકોના 1.65 કરોડ રૂપિયા અલગ અલગ 16 ખાતાઓમાં ટ્રાન્સફર કર્યાનો ખુલાસો થયો છે. પૂર્વ બ્રાન્ચ મેનેજર નરજીસ ખાતુને ખેડૂતો ના લોન કેસ હતા જે એસબીઆઇની કચેરી દ્વારા મંજૂર થયા હતા તે લોન ખેડૂતોની જાણ બહાર મંજૂર બતાવી હતી. જોકે બેંક સત્તાધીશોની ખબર પડે એ પહેલા જ આરોપી મહિલા વિદેશ ભાગી ગઈ છે ત્યારે એસ બી આઈ ના રિજનલ બ્રાન્ચ મેનેજર પાલનપુર તાલુકા પોલીસ મથકે તત્કાલીન બ્રાન્ચ મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે બ્રાન્ચ મેનેજર તરીકે 28 જૂન 2019 થી 2 જુલાઈ 2022 સુધીની નોકરી દરમિયાન 102 વ્યક્તિઓના પાક ધિરાણ અને પશુ આહાર માટેની લોનની ફાઈલો તૈયાર કરી અને લોન મંજૂર કરવા પાલનપુર મધ્યસ્થ બેંકની કમિટીને મોકલાવેલી હતી જે તમામ લોનની ફાઈલ ચકાસણી કરી કમિટી દ્વારા ના મંજૂર કરી પરત કાણોદર શાખાને મોકલી આપી હતી જોકે આરોપી નરજીસ ખાતુને 102 ખેડૂતોની જાણ બહાર બનાવટી લોન એકાઉન્ટ ખોલી દીધા અને 1.65 કરોડની લોન ના મંજૂર થઈ હોવા છતાં સત્તાનો દુરુપયોગ કરી અને આરોપીએ શ્રીનગર કાણોદર ઈસ્ટ ગોદાવરી ગાઝિયાબાદ ગોતા, અમદાવાદ મુંબઈ લુધિયાણા સહિતના 16 જેટલા ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરી અને કરોડોની છેતરપિંડી આચરી હતી

Latest Stories