/connect-gujarat/media/post_banners/0cb5c87cf609942d31f71109dc92eb6debd15bf06d72a745d55197e9628a5e63.jpg)
ગૌરક્ષાના સંદેશ સાથે દિલ્હીથી કન્યાકુમારી સુધીની પદયાત્રા પર નિકળેલ યુવાન સાબરકાંઠા જીલ્લામાં આવી પહોંચતા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લાના અયોધ્યાનગર ગામનો ૩૨ વર્ષીય યુવાન અખિલેશ સોનીએ દેશભરમાં ગૌરક્ષા અને હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા જાળવવાના ઉદ્દેશ સાથે દિલ્હીથી તારીખ ૧ જુલાઈ ૨૦૨૩ના રોજ પદયાત્રા શરૂ કરી દક્ષિણ ભારતના કન્યાકુમારી સુધી જવા નીકળેલ આ પદયાત્રી યુવાન દિલ્હી, હરિયાણા, રાજસ્થાન થઈને ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશ કર્યા બાદ નેશનલ હાઈવે પરના ગાંભોઈ ખાતે શુક્રવારના રોજ વહેલી સવારે આવી પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.