સાબરકાંઠા: સૌથી ઉંચા ભાવ મળતા હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અધધ આવક, ખેડૂતોમાં ખુશીનો માહોલ...

હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં સૌથી ઉંચા ભાવ મળતા મગફળીની અધધ આવક થઈ હતી. તો બીજી તરફ, નવી ખેતપેદાશ ન આવે તે માટે માર્કેટિંગ યાર્ડને બંધ રાખવાની ફરજ પડી

New Update
  • હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અધધ આવક

  • સૌથી ઉંચા ભાવ મળતા મગફળીની બમ્પર આવક થઈ

  • અન્ય જિલ્લાના ખેડૂતો હિંમતનગર માર્કેટ યાર્ડ પહોચ્યા

  • માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની લાંબી કતાર જોવા મળી

  • નવો પાક ન આવે તે માટે માર્કેટિંગ યાર્ડને બંધ કરાયું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં સૌથી ઉંચા ભાવ મળતા મગફળીની અધધ આવક થઈ હતી. તો બીજી તરફનવી ખેતપેદાશ ન આવે તે માટે માર્કેટિંગ યાર્ડને બંધ રાખવાની ફરજ પડી હતી.

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે માર્કેટ યાર્ડમાં મગફળીના પાકની ભારે આવક થઈ રહી છે. દરરોજ  30 હજારથી વધુ બોરીની આવક થઈ રહી છે. તો એક જ અઠવાડિયામાં 3 લાખ બોરી કરતા પણ વધુ મગફળીની આવક થતા યાર્ડ ઉભરાઈ ગયુ છેજ્યારે માર્કેટ યાર્ડ બહાર પણ બંને બાજુ વાહનોની લાંબી કતારો જોવા મળી છે. આસપાસના બનાસકાંઠાઅરવલ્લીમહેસાણાકપડવંજ સહિતના ખેડૂતો પણ પોતાનો પાક હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે વેચવા માટે પહોચી રહ્યા છે.

જોકેમગફળીની વાત કરીએ તો 1 હજારથી લઈ 1672 સુધીના ભાવ ખેડૂતોને હાલ માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે. જેવી ક્વોલિટી તેવા ભાવ મળતા ખેડૂતો હરખાયા છેઅને સરકારના ટેકાના ભાવ કરતા પણ વધુ ભાવ મળી રહ્યા છે. અન્ય જીલ્લાના માર્કેટ યાર્ડ કરતા પણ અહિ વધુ અને સારા ભાવ મળતા અન્ય જીલ્લામાંથી પણ ખેડૂતો હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે પહોંચતા મગફળીની અધધ આવક થઈ રહી છે. તો બીજી તરફવધુ આવકના કારણે અન્ય ખેડૂતોએ ખેત પેદાશ ન લાવવા એટલે કેખરીદી બંધ રખાઈ છે. કારણ કેમાર્કેટ બહાર અને અંદર જે વાહનો છે તેની હરાજી પૂર્ણ થયા બાદ ફરીથી ખરીદી શરૂ કરવામાં આવશે.

આમ તોસરકાર દ્વારા ટેકાના ભાવ કરતા પણ વધુ ભાવ મળતા ખેડૂતો હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીના વેચાણ અર્થે આવતા હોય છે. તો સાથે સાથે અહિની વ્યવસ્થા સારી હોવાથી અન્ય જીલ્લાના ખેડૂતો પણ અહી મગફળી વેચી ખુશ થતા હોય છેત્યારે ખેડૂતોના વાહનને લઈ માર્કેટિંગ યાર્ડ ઉભરાવા લાગ્યું છે. નોંધનીય છે કેસરકારના ટેકાના ભાવ કરતા પણ વધુ ભાવ મળવાના કારણે અનેક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Latest Stories