સાબરકાંઠા : રાહતના સમાચાર, ગુહાઇ ડેમમાં દૈનિક 2.83 કરોડ લિટર નર્મદાનું પાણી નખાશે

શિયાળુ પાક માટે સિંચાઇનું પાણી આપવામાં આવ્યા બાદ ગુહાઇ જળાશય લગભગ ખાલી થઇ ગયું હતું.

New Update
સાબરકાંઠા : રાહતના સમાચાર, ગુહાઇ ડેમમાં દૈનિક 2.83 કરોડ લિટર નર્મદાનું પાણી નખાશે

સાબરકાંઠામાં ગુહાઇ ડેમના તળિયા દેખાયા બાદ સંલગ્ન તંત્ર અને હિંમતનગર ધારાસભ્ય દ્વારા કામગીરી હાથ ધરાતા નર્મદાનું 1 એમસીએફટી એટલે કે 2.83 કરોડ લિટર પાણી મંજૂરી અપાઈ છે. સાબરકાંઠામાં ગુહાઇ ડેમના તળિયા દેખાયા બાદ લાંબા સમયથી નર્મદાનું પાણી નાખવામાં આવ્યુ ન હોવાથી સપ્તાહમાં પાણીની કટોકટી સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થતા સંલગ્ન તંત્ર અને હિંમતનગર ધારાસભ્ય દ્વારા રાજ્યસરકારમાં નર્મદાના પાણીની માંગ કરાતા ગુરૂવારે સી.એમ. પી.આર.ઓ. અરૂણ દ્વારા ગુહાઇ ડેમમાં દૈનિક 1 એમસીએફટી એટલે કે 2.83 કરોડ લિટર પાણી 30 જૂન સુધી નાખવા મંજૂરી અપાયાની જાણ કરાઇ હતી.

જેને પગલે પાણી પૂરવઠાની બંને જૂથ યોજનાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ગત વર્ષે જિલ્લામાં અનિયમિત વરસાદ થવા સાથે ગુહાઇ ડેમના ઉપરવાસમાં જરૂરી વરસાદ ન થતાં ડેમમાં પાણીની આવક થઇ ન હતી. ચોમાસાની સિઝનને અંતે ગુહાઇ ડેમમાં માત્ર 40 ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયો હતો અને શિયાળુ પાક માટે સિંચાઇનું પાણી આપવામાં આવ્યા બાદ ગુહાઇ જળાશય લગભગ ખાલી થઇ ગયું હતું. હિંમતનગર શહેર સહિત હિંમતનગર અને ઇડર તાલુકાના કુલ 129 ગામને પીવાનુ પાણી પુરૂ પાડવા પાણી પૂરવઠા વિભાગની બે જૂથ યોજના ચાલી રહી છે. જેને કારણે પીવાના પાણીની સમસ્યા સર્જાવાનો હવે કોઇ પ્રશ્ન નથી.

Latest Stories