સાબરકાંઠા: વિજયનગરના દઢવાવ ગામે ભારે વંટોળીયુ ફૂંકાયુ, ઘઉંના પૂળા ૪૦ ફૂટ ઊંચે ઊડ્યા

સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના દઢવાવ ગામે એકાએક ભારે વંટોળીયું ફૂંકાતા ઘઉંના પૂળા ૪૦ ફૂટ ઊંચે ઊડ્યા હતા

New Update
સાબરકાંઠા: વિજયનગરના દઢવાવ ગામે ભારે વંટોળીયુ ફૂંકાયુ, ઘઉંના પૂળા ૪૦ ફૂટ ઊંચે ઊડ્યા

સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના દઢવાવ ગામે એકાએક ભારે વંટોળીયું ફૂંકાતા ઘઉંના પૂળા ૪૦ ફૂટ ઊંચે ઊડ્યા હતા

સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં કેટલેક ઠેકાણે વંટોળીયું આવી જતા ખેતરમાં સુકાઈ રહેલ ઘઉંના પૂળા આકાશે ઊડ્યા હતા.એકલા દઢવાવ ગામે જ ઓચિતું વંટોળીયું ફૂંકાતા જોતજોતા ધૂળની ડમરીઓ સાથે

ખેતરોમાં પાથરે પડેલા સૂકા ઘસના પૂળા અંદાજે ૪૦ ફૂટ ઊંચે આકાશે ઉડ્યા હતા.જાણે કે કોઈ હલકો પદાર્થ પવનને લઈ દૂર દૂર સુધી ઉડીને જતો હોય એવા દશ્યો સર્જાયા હતા અને આખા ખેતરોના ખેતરો તાજેતરના કમોસમી વરસાદ બાદ લણણી વિનાના ઘઉંની લણણી કરી સુકાવા પડ્યા હતા ત્યાં અતિભારે વંટોળીયાએ ભારે કરીને નાના બાળકો પણ દૂર ફેંકાઈ જાય એવા વટોળીયાની અડફેટે ઘઉંનો પાક રફેદફે થઈ ગયો હતો.

Latest Stories