લક્ષ્મણ ફળ અને હનુમાન ફળના એકમાત્ર રોપા મળે છે સાબરકાંઠાના હિંગળાજ ગામે, ખેડૂતનો નર્સરીનો શોખ બન્યો આવકનું સાધન...

ખેડૂતનો નર્સરીનો શોખ બન્યો આવકનું સાધન, તમામ પ્રકારના છોડ વેચી કરે છે સારી કમાણી.

New Update
લક્ષ્મણ ફળ અને હનુમાન ફળના એકમાત્ર રોપા મળે છે સાબરકાંઠાના હિંગળાજ ગામે, ખેડૂતનો નર્સરીનો શોખ બન્યો આવકનું સાધન...

Ok oસાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના હિંગળાજ ગામના ખેડૂતનો નર્સરીનો શોખ પોતાની આવકનું સાધન બન્યો છે. તેઓની નર્સરીમાં 150 રૂપિયાથી લઈ 6500 રૂપિયા સુધીના ભાવના વિવિધ પ્રકારના રોપા ઉપલબ્ધ છે.

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના હિંગળાજ ગામના ખેડૂત રાકેશ પટેલે પોતાના શોખ માટે આજથી 4 વર્ષ પહેલા ખેડૂતોને વિવિધ રોપા લાવી મફતમાં આપવાની શરૂઆત કરી હતી. થોડો સમય વિત્યા બાદ તેઓને પોતાની નર્સરી શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. નર્સરી શરૂ કરી તેઓ આજે વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે. તેઓ પાસે વિવિધ પ્રકારના વૃક્ષના છોડ ઉપલબ્ધ છે. 

રાકેશ પટેલના નર્સરીમાં ઘર સુશોભન માટેના છોડ, ફૂલ-છોડ અને પામ-ટ્રી જેવા રોપા પણ મળે છે. જે અન્ય નર્સરી કરતા સસ્તા ભાવે અને જલ્દી વિકાસ થનારા બીજના રોપ ઉપલબ્ધ છે. રાકેશ પટેલના નર્સરીમાં લક્ષ્મણ ફળ અને હનુમાન ફળના રોપા ઉપલબ્ધ છે. નર્સરીમાં દરેક પ્રકારના ફળ સહિત તમામ વાતાવરણમાં થનાર સફરજનના રોપા, લાલ કેળા જેમાં કેળાની છાલ પીળાની જગ્યાએ લાલ કલરની હોય છે. 

આ ઉપરાંત ગોલ્ડન નારિયેળ, ઓરેન્જ નારિયેળ, જે માત્ર 10 ફૂટની ઊંચાઈનું વૃક્ષ થઈ નારિયેળ આપે છે. આ ઉપરાંત લીચી, જેક ફ્રુટ, સ્ટાર ફ્રુટ, યેવાકાડુ ફ્રુટ જેવા અનોખા ફળની જાતોના રોપા પણ નર્સરીમાં ઉપલબ્ધ છે. નર્સરીમાં ખાસ પ્રકારના આંબાના છોડ છે, જેના ફળની કિંમત લગભગ 2 લાખ રૂપિયા સુધી મળે છે.

આ આંબાના એક રોપાનો ભાવ 2,700 રૂપિયા છે. નર્સરીમાં 150 રૂપિયાથી લઈ 6,500 રૂપિયા સુધીના ભાવના રોપા ઉપલબ્ધ છે. ખાસ પ્રકારના મિયાઝાકી પ્રજાતિના આબાંના રોપાનો ભાવ લગભગ 2,700 રૂપિયાનો છે, ત્યારે હાલ તો ખેડૂત રાકેશ પટેલ અન્ય ખેડૂતોને પણ આ પ્રકારની ખેતી કરવા નવી રાહ ચીંધી રહ્યા છે.

Latest Stories