દેશ વિદેશમાં વખણાતો ઇડરિયો ગઢ આજે અસામાજિક તત્વોથી ધેરાઇ ચુક્યો છે ત્યારે રજાના દિવસોમાં આવતાં પર્યટકો પોતે અસુરક્ષિત હોવાનો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે ઈડર ગઢ પર અને તળેટી પાસે પોલીસ પોઇન્ટ મૂકવા ઉગ્ર માંગ ઉઠી છે સાબરકાંઠાના ઈડરિયા ગઢ પર આવતા પ્રવાસીઓને લુખ્ખા તત્વોનો ભય સતાવી રહ્યો છે.
જ્યારે સલામત ગુજરાતની વાત કરતા હોય ત્યારે ઈડરિયા ગઢ ઉપર આવતા પ્રવાસીઓ પોતાને અસલામત હોવાનું મહેસૂસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ ગઢને નિહાળવા માટે હજારોની સંખ્યામાં બહારથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતાં હોય છે. રજાઓ દરમીયાન અને જેમાં ખાસ કરીને શનિવાર અને રવિવારના દિવસોમાં પ્રવાસીઓ ઈડરિયા ગઢની મુલાકાત લેતા હોય છે.
પરંતુ અહી આવતા કેટલાક પ્રવાસીઓનું કહેવું છે કે ગઢ ઉપર કેટલાક લુખ્ખાતત્વોએ અડ્ડો બનાવી દીધો હોવાથી પોતે અસુરક્ષિત હોવાનું અનુભવી રહ્યા છે. અને કેટલીક વખત તો આ લુખ્ખાતત્વોની ગેંગ એકલી આવતી જતી મહિલાઓને જોઈને પોતાની હલકી માનસિકતાની હદો પણ વટાવતા હોય છે તેને લઇ ગઢ પર અને ગઢ તળેટી પાસે પોલીસ પોઇન્ટ મૂકવા માટે ઉગ્ર માંગ ઉઠી રહી છે