સાબરકાંઠા: ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો, ભૂમાફિયાઓ સામે ગ્રામજનોનો વિરોધ

ભૂમાફીયાઓએ ગેરકાયદેસર કબજો કરી ગૌચર પચાવી પાડ્યું છે એટલું જ નહીં બેફામ બનેલા ભુમાફિયાઓએ હજારો ઝાડ પણ કાપી નાખ્યા

New Update
સાબરકાંઠા: ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો, ભૂમાફિયાઓ સામે ગ્રામજનોનો વિરોધ

સાબરકાંઠા જિલ્લાના હીમતનગરનો બનાવ

ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો

ભૂમાફિયાઓ સામે ગ્રામજનોનો વિરોધ

ગ્રામજનો ન્યાય માટે હવે લડાયક મુડમાં

તંત્ર કાર્યવાહી કરે એવી માંગ 

ગુજરાતના અન્ય જિલ્લાઓની માફક ભુમાફિયાઓએ સાબરકાંઠા જિલ્લામાં પણ ગૌચરની જગ્યા છોડી નથી. ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી ગૌચરનો સત્યનાશ કરી નાખ્યો છે ત્યારે ગ્રામજનો ન્યાય માટે હવે લડાયક મુડમાં આવ્યા છે..

આ છે હિંમતનગર તાલુકાના નાદરી, પેથાપુર પંથકમાં આવેલું ગૌચર.ભુમાફિયાઓની કાળી નજર આ ગૌચર ઉપર પડી અને ગૌચરનો થઈ ગયો સત્યનાશ....હિંમતનગર તાલુકાના નાદરી પેથાપુર ગામની સીમમાં વડલાવાસ અને રણછોડપુરા એમ ત્રણ ગામનું ગૌચર આવેલું છે ત્યારે આ ગૌચર પર ભૂમાફીયાઓએ ગેરકાયદેસર કબજો કરી ગૌચર પચાવી પાડ્યું છે એટલું જ નહીં બેફામ બનેલા ભુમાફિયાઓએ હજારો ઝાડ પણ કાપી નાખ્યા છે ત્યારે ગ્રામજનોએ આ બાબતે ભારે હોબાળો મચાવ્યો હતો.

Latest Stories