/connect-gujarat/media/post_banners/f7d42872356471344d0ad3d7b42a57189285a18b8da4e989a0269d6a9a7a6dda.jpg)
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલ ગામમાં આવેલી જાનૈયાઓની કારમાં અચાનક આગ લાગી હતી. જેને લઈને આજુબાજુના લોકોએ કારને ઉંધી કરીને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. સાબરકાંઠાના તલોદના ખેરોલમાં રવિવારે બપોરે જાન આવી હતી. જે જાનમાં આવેલી કારમાં શોર્ટ સર્કિટના કારણે કારના નીચેના ભાગે અચાનક ધુમાડો નીકળ્યો હતો. ત્યાર બાદ આગ લાગી હતી જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં આગ લાગતા આજુબાજુમાં ઉભા રહેલા જાનૈયાઓ સળગતી કારને ઉંધી કરી નાખી હતી. ત્યાર બાદ પાણીનો છંટકાવ કર્યો હતો અને આગ બુઝાવી હતી.આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી