/connect-gujarat/media/post_banners/4376606d61af3ceff6a0c5f541e4802364c7a1c42c00a487806fc3c8ff5f5d3a.jpg)
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ચકચાર જગાવનાર 65 લાખની લૂંટના ગુનામાં પોલીસે ફરિયાદી સામે જ ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ચકચાર જગાવનાર 65 લાખની લૂંટના ભેદમાં ખુદ ફરિયાદી જ આરોપી બન્યો છે.ગઈકાલે સાંજના સમયે વડાલી પાસે 65 લાખની લૂંટ થઈ હોવાની ફરિયાદ વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ત્યારે સાબરકાંઠા જિલ્લા SOG, LCB સહિત વડાલી, ઈડર, ખેરોજ અને ખેડબ્રહ્મા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.જેમાં રાજસ્થાનના કોટડાના ગુટખા અને બીડી તમાકુ અને કરિયાણાના વેપારીને 1 કરોડનું દેવું હોવાનું મામલો સામે આવ્યો હતો અને આ બાબતે તપાસ કરતા લેણદારોના ત્રાસથી બચવા માટે આ લૂંટનું તર્કટ રચ્યું હોવાનું બહાર આવ્યું હતું.