સાબરકાંઠા: હિંમતનગરમાં રખડતા ઢોરનો વધ્યો આતંક, 2 મહિલા ઇજાગ્રસ્ત

સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ ત્રણ સ્થળો પર રખડતાં ઢોરોએ મહિલાને અડફેટે લેવાની ઘટના બની હતી

New Update

સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ ત્રણ સ્થળો પર રખડતાં ઢોરોએ મહિલાને અડફેટે લીધી હતી ત્યારે  શુક્રવારે પણ બે સ્થળો પર બે અલગ અલગ બનાવોમાં મહિલાઓને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. 

સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ ત્રણ સ્થળો પર રખડતાં ઢોરોએ મહિલાને અડફેટે લેવાની ઘટના બની હતી ત્યારે  બે સ્થળો પર બે અલગ અલગ બનાવોમાં મહિલાઓને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. જેમાં મહાવીરનગર ચાર રસ્તા પર લડતા બે આખલાઓએ બે મહિલાઓને અડફેટે લીધી હતી. જેમાં એક મહિલાને ઈજાઓ પહોંચી હતી. જ્યારે બીજો બનાવ હિંમતનગર શહેરના ટાવર ચોકથી જૂની જિલ્લા પંચાયત તરફના માર્ગ પર લડતા આખલાઓ રોડ પર દોડ્યા હતા. આ દરમિયાન રોડ સાઈડ પાર્ક કરેલા ટુ વ્હિલર-મોપેડ વાહનોને આખલાઓએ બાખડવા દરમિયાન નીચે પાડી દીધા હતા. આમ વાહનોને નુક્શાન પહોંચ્યું હતુ. બુધવારે એક મહિલાને મોપેડ પર જવા દરમિયાન આખલાએ અડફેટે લેતા સારવાર અર્થે ખસેડવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો તો પાલિકા તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે
#સાબરકાંઠા #હિંમતનગર #રખડતાઢોર #મહિલા ઇજાગ્રસ્ત
Here are a few more articles:
Read the Next Article