સાબરકાંઠા : લોકોને આત્મનિર્ભર બનવા પ્રેરણા આપતા કપોડાના 3 મિત્રો, શરૂ કર્યો ‘દુધારા’ નામથી વ્યવસાય...

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કપોડા ગામના 3 મિત્રોએ ભેગા મળી ‘દુધારા’ નામથી લસ્સીની પ્રોડક્ટ બનાવી વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના મંત્રને મૂર્તિમંત કરવા પ્રયાસ કર્યો છે.

સાબરકાંઠા : લોકોને આત્મનિર્ભર બનવા પ્રેરણા આપતા કપોડાના 3 મિત્રો, શરૂ કર્યો ‘દુધારા’ નામથી વ્યવસાય...
New Update

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કપોડા ગામના 3 મિત્રોએ ભેગા મળી ‘દુધારા’ નામથી લસ્સીની પ્રોડક્ટ બનાવી વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના મંત્રને મૂર્તિમંત કરવા પ્રયાસ કર્યો છે.

સાબરકાંઠાના ઇડર તાલુકાના કપોડા ગામના 3 મિત્રો વિપુલ, ચિરાગ અને પુનિતે “દુધારા” નામે લસ્સીની પ્રોડક્ટ બનાવી રજીસ્ટ્રેશન કરાવી પોતાની ફેમિલી મિલ્ક પ્રોડક્ટ એન્ડ ટ્રેડર્સ નામની નાની એક કંપનીની શરૂઆત કરી છે. જેમાં બોટલ પર “વોકલ ફોર લોકલ” અને “આત્મનિર્ભર ભારત” લખી લોકોને આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી રહ્યા છે. આ ત્રણેય મિત્રોએ વર્ષ 2002થી નાના પાયે આઈસ્ક્રીમ વિતરણનો વ્યવસાય શરૂ કર્યો હતો. વર્ષ 2017માં તેઓને પોતાનું કંઈક કરવું છે, તેવો વિચાર આવતા લસ્સી બનાવાનો નિર્ણય કર્યો હતો. કોરોના લોકડાઉન સમયમાં વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારતની હાકલ કરી હતી. આ હાકલને સ્વીકારી પોતાના નામે કંઈક કરીએ એવો દ્રઢ સંકલ્પ કરી ત્રણેય મિત્રોએ લસ્સી બનાવવી શરૂઆત કરી હતી. ગુજરાતની જુદી-જુદી લેબોરેટરીમાં તેમના લસ્સીના સેમ્પલ મોકલી તેના નમૂનાઓના ટેસ્ટિંગ કરાવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સના તમામ રુલ્સ રેગ્યુલેશન ફોલો કરતા આ વસ્તુ આરોગ્યપ્રદ અને સ્વાદમાં સારી બની લોકો સુધી પહોંચે તેની શરૂઆત કરી છે. જેમાં “દૂધારા” નામની સાથે “આત્મનિર્ભર ભારત” અને “લોકલ ફોર વોકલ”નું લખાણ છાપવામાં આવ્યું છે. આ લસ્સીની બનાવટ માટે મહેસાણાની ભારત ડેરીમાંથી 6 ફેટનું પેચ્સ્યુરાઈઝ દૂધ મંગાવીને તેનો જ ઉપયોગ કરવામાં આવે છે. જેથી લોકોને આરોગ્યપ્રદ પીણું પહોંચાડી શકાય. આ વર્ષે પ્રોડક્ટમાં નવો ફ્લેવર એડ કરીને જામફળનો સ્વાદ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. ઉનાળામાં તેમની આ પ્રોડક્ટની માંગ ધીમે ધીમે વધી રહી છે, ત્યારે ઈડરીયા ગઢની જેમ તેઓની લસ્સી પણ રાજ્યના ખુણે ખુણે ફેમસ થાય એવી ત્રણેય મિત્રોએ આશા વ્યક્ત કરી છે.

#Sabarkantha #self-reliant #Business #BeyondJustNews #3 friends #Inspiring people #Connect Gujarat #Gujarat
Here are a few more articles:
Read the Next Article