સાબરકાંઠાના હિંમતનગરના સાબર સ્ટેડીયમ ખાતે સમાજમાંથી તરછોડાયેલા દિવ્યાગ ખેલાડીઓનો રાજ્ય કક્ષાનો સ્પેશિયલ ખેલમહાકુંભ યોજાયો હતો.જેમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોએ લાભ લીધો.
હિંમતનગરના રમતગમત સંકુલ ખાતે ચાર દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે. સ્પોર્ટ્સ ઓથોરેટી ઓફ ગુજરાત પ્રેરિત અને સ્પેશિયલ ઓલોમ્પિક ગુજરાત દ્રારા આયોજીત રમતોમાં વિવિધ જીલ્લાઓમાંથી અને ગામડાઓમાંથી સિલેક્ટ થઈ રાજ્ય કક્ષા માટે હિંમતનગર સાબર સ્ટેડીયમ ખાતે આવેલ દિવ્યાંગ બાળકોએ વિવિધ પ્રકારની રમતોમાં ભાગ લીધો હતો અને હાયર એબીલીટી અને લોવર એબીલીટી સહિત ઈન્ડોર આઉટડોર રમતો યોજાય છે. જેમાં દોડ, જંપ, વિવિધ ફેક, બાસ્કેટબોલ, વોલીબોલ સહિતની રમતોનુ આયોજન કરવામાં આવ્યું હતું.ચાર દિવસીય રમતોત્સવમાં દરરોજ ૧૦૦૦ થી ૧૨૦૦ બાળકો ભાગ લે છે અને વિવિધ રમતોમાં સારુ પ્રદર્શન પણ દર્શાવે છે.
નર્મદા : સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારાથી પાંચ દરવાજા ખોલાયા,નદીમાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 70 ટકા કરતા વધુ ભરાઈ ગયો છે.
નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 70 ટકા કરતા વધુ ભરાઈ ગયો છે.જેના કારણે સીઝનમાં પ્રથમ વખત ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે.અને 50000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે.જેના પગલે તેને'વોર્નિંગ સ્ટેજ' પર મૂકી દેવામાં આવ્યો છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે. આજે સીઝનમાં પહેલીવાર પાંચ ગેટ ખોલવામાં આવ્યા છે.હાલમાં નર્મદા ડેમની જળસપાટી વધીને 130.58 મીટર પર પહોંચી ગઈ છે. પાણીની પ્રચંડ આવકને કારણે ડેમની જળસપાટી દર કલાકે 6 થી 7 સેન્ટીમીટર જેટલી વધી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નર્મદા નદીના કાંઠાના વિસ્તારો જેવા કે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
હાલમાં નર્મદા ડેમની જળસપાટી વધીને 130.58 મીટર પર પહોંચી ગઈ છે. છેલ્લા 12 કલાકમાં જ ડેમની સપાટીમાં 2 મીટરનો વધારો નોંધાયો છે. ડેમના ઉપરવાસમાંથી 2,23,789 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે નર્મદા નદીમાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક જાવક કરતાં વધુ હોવાથી, નર્મદા ડેમની જળસપાટી દર કલાકે 6 થી 7 સેન્ટીમીટર જેટલી વધી રહી હોવાનું જાણવા મળ્યું છે.