સાબરકાંઠા: સાબર ડેરી સ્ટેડિયમ ખાતે દિવ્યાંગ ખેલાડીઓનો ખેલ મહાકુંભ યોજાયો

સાબરકાંઠાના હિંમતનગરના સાબર સ્ટેડીયમ ખાતે સમાજમાંથી તરછોડાયેલા દિવ્યાગ ખેલાડીઓનો રાજ્ય કક્ષાનો  સ્પેશિયલ  ખેલમહાકુંભ યોજાયો હતો.જેમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોએ લાભ લીધો

New Update
સાબરકાંઠાના હિમતનગર ખાતે આયોજન
દિવ્યાંગ ખેલાડીઓનો ખેલ મહાકુંભ યોજાયો
સમગ્ર રાજ્ય રાજ્યના ખેલાડીઓએ ભાગ લીધો
ઇન્ડોર આઉટડોર રમતોનું કરાયુ આયોજન
અધિકારીઓ અને આમંત્રિતો રહ્યા ઉપસ્થિત
સાબરકાંઠાના હિંમતનગરના સાબર સ્ટેડીયમ ખાતે સમાજમાંથી તરછોડાયેલા દિવ્યાગ ખેલાડીઓનો રાજ્ય કક્ષાનો  સ્પેશિયલ  ખેલમહાકુંભ યોજાયો હતો.જેમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોએ લાભ લીધો.
હિંમતનગરના રમતગમત સંકુલ ખાતે ચાર દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે. સ્પોર્ટ્સ ઓથોરેટી ઓફ ગુજરાત પ્રેરિત અને સ્પેશિયલ ઓલોમ્પિક ગુજરાત દ્રારા આયોજીત રમતોમાં વિવિધ જીલ્લાઓમાંથી અને ગામડાઓમાંથી સિલેક્ટ થઈ રાજ્ય કક્ષા માટે હિંમતનગર સાબર સ્ટેડીયમ ખાતે આવેલ  દિવ્યાંગ બાળકોએ વિવિધ પ્રકારની રમતોમાં ભાગ લીધો હતો અને હાયર એબીલીટી અને લોવર એબીલીટી સહિત ઈન્ડોર આઉટડોર રમતો યોજાય છે. જેમાં દોડ, જંપ, વિવિધ ફેક, બાસ્કેટબોલ, વોલીબોલ સહિતની રમતોનુ આયોજન કરવામાં આવ્યું હતું.ચાર દિવસીય રમતોત્સવમાં દરરોજ ૧૦૦૦ થી ૧૨૦૦ બાળકો ભાગ લે છે અને વિવિધ રમતોમાં સારુ પ્રદર્શન પણ દર્શાવે છે.
#સાબરકાંઠા #હિંમતનગર #દિવ્યાંગ #ખેલમહાકુંભ #સાબર સ્ટેડીયમ
Here are a few more articles:
Read the Next Article