Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: સાબલીમાં આવેલું છે ચમત્કારી મહાકાળી માતાનું મંદિર,જુઓ શું છે મહિમા

જિલ્લાના સાબલી ગામે મહાકાલી માતાજી સાક્ષાત એક પથ્થરમાં પરચા પૂરી રહ્યા છે. અહીં આસ્થાનો એક પથ્થર છે.

X

સાબરકાંઠા જિલ્લાના સાબલી ગામે મહાકાલી માતાજી સાક્ષાત એક પથ્થરમાં પરચા પૂરી રહ્યા છે. અહીં આસ્થાનો એક પથ્થર છે. જેમાંથી ઘંટારવ આવે છે ત્યારે આવો જોઈએ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવા

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલા સાબલી ગામના મહાકાળી માતાજીના મંદિર પાસે ચમત્કારિક પથ્થરની શિલા આવી છે. આ પથ્થરની શીલાને તમે બીજા પથ્થરથી ખખડાવો તો તેમાંથી મંદિરના ઘંટનાદ જેવો અવાજ આવે છે.સાબલી ગામના ડુંગર પર દાયકાઓ જૂનું પ્રાચીન મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. અરવલ્લીની ગિરિમાળાઓની શિખરે માતા મહાકાળી બિરાજે છે. તો ત્યાંથી નીચે પથ્થરની ગુફામાં માતાજીનું તેજોમય સ્વરૂપ શ્રદ્ધાળુઓને દર્શન આપી રહ્યું છે. એક લોકવાયકા પ્રમાણે અરવલ્લીની ગીરીમાળાનો આ ડુંગર ચીરીને માતાજીએ પોતાનું પ્રગટ સ્વરૂપ બતાવેલું અને ડુંગરની વચ્ચે ગુફામાં તેઓ બિરાજિત થયા હતા.

સાબલી ગામના આ ડુંગર પર મોટી મોટી અનેક પથ્થરની શિલાઓ આવેલી છે. પરંતુ આ બધી શિલામાંથી માત્ર બે જ શિલોમાંથી આવે છે. ધીરે ધીરે આ વાતની જાણ થતા અહીં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ થયો. વળી, મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. અનેક શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. તો ડુંગરમાં આવેલા આ મંદીરમાં ચોરીના પણ પ્રયાસ થયા છે. જો કે, પ્રયાસ કરનારને માતાજીએ ડુંગર ઉતારવા જ નથી દીધા અને આંખે અંધ કરી દીધા હોવાના પણ દાખલા છે.છેલ્લા દસ વર્ષમાં મંદિરના ટ્રસ્ટે અહીં રોડ બનાવડાવ્યો, લાઈટની વ્યવસ્થા ઉભી કરાવી. ડુંગર પર ચડવા માટે રેલિંગ બનાવડાવી અને હવે ધર્મશાળા સહિતના કામો પણ ચાલુ કરાવ્યા છે. વારે-તહેવારે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે આવે છે. તો કાળી ચૌદશે તો અહીંના દર્શનનું માહાત્મ્ય પણ વિશેષ છે. અહીં થતા હોમ હવનના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે.

Next Story