Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા:ખનીજ માફિયાઓએ મેશ્વો નદીનો ડાટ વાળ્યો,મુખ્યમંત્રી સડક યોજના હેઠળ નદીમાં જ રોડ બનાવ્યો !

નદીના પટમાં જ મુખ્યમંત્રી સડક યોજના હેઠળ માર્ગ બનાવી દેવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો

X

મેશ્વો નદી નષ્ટ કરી દેવાનું ખનીજ માફિયાઓનું ષડયંત્ર

ખનીજ માફિયાઓએ મેશ્વો નદીનો ડાટ વાર્યો

મુખ્યમંત્રી સડક યોજના હેઠળ નદીમાં જ રોડ બનાવ્યો

વહીવટી તંત્રમાં અનેકવાર રજુઆત છતાં પરિણામ શૂન્ય

કડક કાર્યવાહીની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી

સાબરકાંઠામાં મેશ્વો નદીના પટમાં જ મુખ્યમંત્રી સડક યોજના હેઠળ માર્ગ બનાવી દેવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બાબતે તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે સાબરકાંઠાના તલોદ તાલુકામાં આવેલી મેશ્વો નદીની દયનીય હાલત જોવા મળી રહી છે. વહીવટી તંત્રની મિલીભગતથી માફિયાઓ બેફામ બન્યા છે અને મેશ્વો નદીનો ડાટ વળાઈ ગયો છે એટલું જ નહિ માફિયાઓને તંત્રનું પીઠ બળ હોવાથી ડિઝાસ્ટરના નિયમ વિરુદ્ધ જ નદીમાં જ પાકો રોડ બનાવી દેવાયો છે..

જ્યાં એક પણ ગામ નથી જ્યાં એક પણ મકાન નથી માત્રને માત્ર ખનીજ માફિયાઓના કારખાના આવેલા છે ત્યાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ 97 લાખનો ખર્ચ કરી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ રોડ બનાવી દેવામાં આવ્યો છે . તલોદ તાલુકામાં હજુ પણ એવા કેટલાય ગામડા છે ત્યાં પાકા રોડ નથી તો કેટલાય ગામડાંમાં માર્ગ બિસ્માર હાલતમાં છે છતાં મુખ્યમંત્રી સડક યોજનાનો દૂર ઉપયોગ કરીને અધિકારીએ મેશ્વો નદીની જગ્યામાં જ નિયમ વિરુદ્ધ રોડ બનાવી દીધો છે તાજેતરમાં સરકારે 6 કરોડનો ખર્ચો કરીને અહીં ખેડૂતો માટે ચેકડેમ બનાવ્યો હતો. પરંતુ રોડ બનાવવા માટે ચેકડેમ પાસે 100 ફૂટ ગેરકાયદેસર પુરાણ પણ કરી દેવામાં આવ્યું છે

નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતે તપાસના આદેશ આપી દીધા છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ ટકાવારી ખિસ્સામાં નાખવાનીને ઉતાવળ કરીને 97 લાખના ખર્ચે નદીમાં જ રોડ બનાવી સરકારના લાખો રૂપિયાનો ધુમાડો કરી દીધો છે... અને આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હવે જોઈએ માફિયાઓને મદદ કરતા અધિકારીઓ ઉપર કેવા પ્રકારની કાર્યવાહી થાય છે

Next Story