સાબરકાંઠા જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર આઠને સીક્સ લેનમાં પરિવર્તિત કરાઈ રહ્યો છે પરંતુ ઠેર ઠેર ખાડાને લઈ હવે માર્ગ બિસ્માર બની ગયો છે.
અતિશય ભંગાર બનેલા શામળાજી ચિલોડા નેશનલ હાઇવે ફરી એકવાર થાગડ થીગડ ભર્યો બન્યો છે, હાઇવે પર ઠેક ઠેકાણે ખાડાઓ પર થીગાડાંઓ ઉપસેલા દેખાવા લાગ્યા છે.
મોતીપુરા ચોકડી હોય, સહકારી ચોકડી હોય ગાંભોઈ ચોકડી હોય જ્યા જુવો ત્યા ખાડાઓને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જેને કારણે અત્યારથી હાઇવે જોખમી પણ ભાસવા લાગ્યો છે, જો તમે શામળાજી ચિલોડા વચ્ચે પુરપાટ કાર લઇને ડ્રાઇવ કરતા હોય તો જરાક સંભાળીને જ વાહન હંકારજો નહી તો હાઇવે તમને દેખાય ગમે એટલો સુંદર પણ તમારા માટે જોખમી ખાડાઓ અને થીગડાં તમને પરેશાન જરૂર કરી મુકશે, એક તરફ ટોલ ટેક્સ ધરાવતો આ નેશનલ હાઈવેની ખરાબ હાલતને લઈ અનેકવાર ટ્રાફિકજામ તો અકસ્માતોની પણ વણઝાર લાગે છે જેથી વાહનચાલકો પણ હાઇવેની કામગીરી પર શંકા કરવા લાગ્યા છે.
ચોમાસામાં તો પાણી ભરાવાને લઈ અનેક વાહનો ખાડામાં ખાબકે છે અને વાહન સહિત ચાલકોને પણ નુકસાન થઈ રહ્યુ છે ત્યારે ક્યારે હાઈવે રીપેર થાય તેની પણ રાહ જોવાઈ રહી છે...