/connect-gujarat/media/post_banners/25a18ccc1829531c3810a390f473ce59e43f832b6609428b1b1eadbebf7f94d1.webp)
હોકી રમતના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર હિંમતનગરના સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજ પટેલની અધ્યક્ષતામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
સાબરકાંઠા ખાતે હોકી રમતના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે આયોજિત નેશનલ સ્પોર્ટ્સ ડે પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધીરુ પટેલ દ્વારા ખેલાડીઓને માર્ગદર્શન આપી વધુમાં વધુ મેડલ જીતી જિલ્લાનું, ગુજરાત રાજ્યનું અને ભારત દેશનું નામ રોશન કરવા રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ “મારી માટી મારો દેશ” અને “માટીને નમન, વીરોને વંદન” દેશ માટે બલિદાન આપનાર વીરોને સમર્પિત અભિયાન હેઠળ આવેલ તમામ મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિતે વિજેતા ખેલાડીઓને મહાનુભવોના હસ્તે ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વી.ડી.ઝાલા, કલેકટર નૈમેષ દવે, નગરપાલિકા પ્રમુખ યતીના મોદી, અગ્રણી કનુ પટેલ, કૌશલ્યા કુવરબા, મહેન્દ્રસિંહ રહેવર, હંસા પિત્રોડા, જિલ્લા રમત વિકાસ અધિકારી અનીલ ખત્રી, સ્ટેડિયમના કોચ તથા મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
/connect-gujarat/media/post_attachments/6a398964ab52df14fc7f712b11a7676687a2f4aec339425325ed51707cb2baa3.webp)
/connect-gujarat/media/post_attachments/9a95b22cb4586e9ea68afdd44631254266c34be464a87ff9c8b8b963de98cf94.webp)