સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં નવ સંકલ્પ જન સંમેલન યોજાયું, અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાતા કોંગ્રેસે શક્તિ પ્રદર્શન યોજવાનો પ્રયાસ કર્યો

ખેડબ્રહ્મામાં કોંગ્રેસ દ્વારા નવ સંકલ્પ જન સંમેલન યોજાયુ જગદીશ ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસે સંમેલન યોજાયુ

New Update
સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં નવ સંકલ્પ જન સંમેલન યોજાયું, અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાતા કોંગ્રેસે શક્તિ પ્રદર્શન યોજવાનો પ્રયાસ કર્યો

ખેડબ્રહ્માના ઉંડવા પાસે કોંગ્રેસ સમિતિ દ્વારા નવ સંકલ્પ જનસમેલન કાર્યક્રમ યોજાયો હતો. જોકે દાહોદમાં રાહુલ ગાંઘીએ આદિવાસી સત્યાગ્રહને લઈને કાર્યક્રમને જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઈને ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના તાલુકામાં આદિવાસી માટે સત્યાગ્રહનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સત્યાગ્રહનો કાર્યક્રમ સતત કરવામાં કરવામાં આવી રહ્યો છે. સત્યાગ્રહ કાર્યક્રમ એમ ૧૨ તારીખ સુધી કરવામાં આવશે. ભાજપ સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.

ખેડબ્રહ્મામાં સતત કોંગ્રેસના સિમ્બોલથી અશ્વિન કોટવાલ જીત મેળવતા હતા. જોકે ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ચાલી રહેતી હતી. અને તાજેતરમાં ભાજપમાં અશ્વિન કોટવાલ જોડાયા અને ખેડબ્રહ્મામાં કોંગ્રેસમાં વિધાનસભાની સીટ ખાલી પડી છે. અને નવો ઉમેદવાર આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. જોકે કોંગ્રેસ દિગ્ગજ નેતાઓ આગામી ચૂંટણીને લઈને તૈયારી કરી રહ્યા છે. અને ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના તાલુકામાં આદિવાસી આગેવાનો સાથે સંમેલન કરવામાં આવી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતાનો એક યુવતી સાથે વિડીયો વાયરલ થવાથી તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ નહીં જણાતા અનેક લોકોમાં ચર્ચાને લઈને સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. જન સંમેલનમાં કોંગ્રેસના કાર્યકરો અને આદિવાસી સમાજના લોકો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories