Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : વયોવૃદ્ધ અને દિવ્યાંગ 555 મતદારો પૈકી 520 મતદારોએ ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન...

મત વિસ્તાર પ્રમાણે જોઇએ તો 27 હિંમતનગર વિધાનસભા મત વિસ્તારમાં 83 વયોવૃદ્ધ અને 21 દિવ્યાંગો એમ કુલ 104 પૈકી 100 મતદારોએ મતદાન કર્યું

સાબરકાંઠા : વયોવૃદ્ધ અને દિવ્યાંગ 555 મતદારો પૈકી 520 મતદારોએ ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન...
X

સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર નૈમેષ દવેના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેમાં જનપ્રતિસાદ મળી રહ્યો છે.

ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાનના દિવસે મતદારો માટેની જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે, જેનાથી મતદારો પોતાનનો મત આપી શકે. આ સાથે મતદાનના દિવસે મતદાન મથકે જઇ ન શકે તેવા સાબરકાંઠા જિલ્લાના 430 વયોવૃદ્ધ અને 125 દિવ્યાંગ મતદારો ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

જે તે વિસ્તારના BLOને પોસ્ટલ બેલેટ સાથે મતદારના ઘરે જઈ મતદાન કરાવાયું હતું. મત વિસ્તાર પ્રમાણે જોઇએ તો 27 હિંમતનગર વિધાનસભા મત વિસ્તારમાં 83 વયોવૃદ્ધ અને 21 દિવ્યાંગો એમ કુલ 104 પૈકી 100 મતદારોએ મતદાન કર્યું હતું. 28 ઇડર 132 વયોવૃદ્ધ અને 39 દિવ્યાંગો એમ કુલ 171 પૈકી 162 મતદારોએ મતદાન કર્યું હતું.

29 ખેડબ્રહ્મા 65 વયોવૃદ્ધ અને 29 દિવ્યાંગો એમ કુલ 94 પૈકી 82 મતદારોએ મતદાન કર્યું હતું. 33 પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તારમા 150 વયોવૃદ્ધ અને 36 દિવ્યાંગો એમ કુલ 186 પૈકી 176 મતદારોએ મતદાન કર્યું હતું. એમ 430 વયોવૃદ્ધ અને 125દિવ્યાંગ એમ કુલ 555 મતદારો પૈકિ 520 મતદારોએ ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Next Story