Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા જિલ્લાનું પાલ દઢવાવ, જ્યાં ખેલાયો'તો જલિયાવાલા બાગથી પણ મોટો હત્યાકાંડ

X

આઝાદીની લડત માટે જલીયાવાલા બાગના હત્યાકાંડથી પણ વધુ મોટો કાંડ ઈતિહાસમાં રયાયો છે. આ હત્યાકાંડમાં 1200 જેટલા લોકોને અંગ્રેજોએ એક સાથે ગોળી મારી હત્યા કરીને એક સાથે જ કુવામાં ફેકી દીધા હતા. આ હત્યાકાંડ ગુજરાતમાં જ સર્જાયો હતો.

આઝાદીના સંગ્રામમાં 1919ના જલીયાવાલા બાગનો હત્યાકાંડ ઈતિહાસના પાના પર અંકિત થયેલ છે. પરંતુ આઝાદીની લડતનો વિજયનગરનો આ પાલ દઢવાવ ગામનો હત્યાકાંડ જલીયાવાલા હત્યાકાંડ કરતા પણ મોટો હત્યાકાંડ બની ચુક્યો છે. દેશને આઝાદ કરવા અનેક આંદોલનો થયા પણ આ વનવાસી લોકો માટે 1922ની 7 માર્ચનો દિવસ કાળો સાબિત થયો હતો.

રાજસ્થાનના મેવાડના જાણીતા સ્વાતંત્ર સેનાની મોતીલાલ તેજાવત બ્રીટીશ સરકાર સામે લગાન વધારવા અને ઝુલમ સામે પાલ ગઢવાવ નજીકની નદી પાસે આવેલ મેદાનમાં સભા બોલાવી હતી જેમાં રાજસ્થાન અને ગુજરાતના પોશીના અને વિજયનગર આસપાસના અનેક ગામડાઓના લોકો ઉમટી પડ્યા હતા. આ સમગ્ર લડતમાં બ્રિટીશ સરકારે મોતીલાલ તેજાવતને પકડી પાડવા આદેશ આપ્યા હતા. જોકે આ સભાના સમાચાર જાણીને બ્રિટીશ અર્ધ લશ્કરી દળો ગોઠવાઈ ગયા હતા અને સભા ચાલુ દરમિયાન અંગ્રેજોએ સભામાં બેઠેલા લોકો પર એકાએક ગોળીબાર શરૂ કર્યો હતો.

અંગ્રેજો દ્વારા સભામાં કરાયેલા ગોળીબારમાં અંદાજે 1200 જેટલા લોકોના મોત થયા હતા ત્યારબાદ અંગ્રેજોએ મેદાનની દીવાલ પાછળ આવેલા કુવામાં તે લોકોની લાશોને નાખી દીધી હતી. કેટલાક વર્ષો સુધી તો કુવામાંથી લાલ પાણી પણ આવતુ હતુ તો અસ્થિઓ પણ કુવામાંથી મળી હતી. જોકે આ ઘટનાને 1922માં અંગ્રેજોએ દ્વારા દબાવી દેવામાં આવી હતી. અહીના આદીવાસી પ્રજા આ ઘટનાને તાજી રાખવા પોતાના લોકોગીતો અને લગ્ન ગીતોમાં પણ ગાવાનુ ચાલુ રાખ્યુ છે.

પાલ દઢવાવમાં મોતીલાલ તેજાવતના નેજા હેઢળ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા હજારોની જનમેદની ઉમટી પડી હતી ત્યારે અંગ્રેજ અફસર એસ. જી. શટરે ઉંચી ટેકરી પર મશીનગર ગોઢવીને ફાયરીંગ કર્યુ હતુ અને જોત જોતામાં લાશોના ઢગલા અને લોહીની નદીઓ વહેવા લાગી હતી. ત્યા મેદાનની દિવાલ બાજુમાં 7થી વધુ આંબાના ઝાડ હતા, સમય જતા એ ઝાડ સુકાઈ ગયા અને તેને કાપવામાં આવ્યા ત્યારે તેમાંથી ગોળીઓ પણ મળી આવી હતી.

આઝાદી માટેની આ લડતમાં પાલ દઢવાવની આ એક જ શહાદતમાં બારસો વીરોએ જીવનુ બલિદાન આપ્યુ હતુ, પરંતુ હજુ ઈતિહાસના પાનાઓ પર એકપણ સોનેરી અક્ષર આ શહીદો માટે લખાયો નથી. તેનો હજુ વસવસો અહિના સ્થાનિકોમાં જોવા મળ્યો છે. આ સહાદતની પણ ઈતિહાસમાં નોધ લેવાય તેવી માંગ પણ ઉઠી છે.

Next Story